________________ 162 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ફક્ત સેનાપતિએ પિતાનું લશ્કરી કામ સંભાળવું એવું નક્કી થયું. આ ગઠવણથી કલાઈવ વિરૂદ્ધ ભારે દુશ્મનાવટ ઉત્પન્ન થઈ. તેના શત્રુઓએ તેની સામા કેવા કાવા દાવા રચ્યા તે પ્રસંગોપાત કહેવામાં આવશે. આ કર્યા પછી કંપનીના કારભારમાં જે અનિયમિતપણું તથા લાંચીઆ પણું વધી ગયા હતાં તેની તપાસ કરી ચાલતી ગેરરીતી અટકાવવાની કલાઈવે શરૂઆત કરી. લાંચી આપણું એટલું વધી ગયું હતું કે નેક નાના તરેહને જુલમ કરી લેકે પાસેથી પૈસા કહેડાવવા અચકાતા નહીં. ઉદાહરણ તરીકે, બરહાન પરગણું અંગ્રેજોને મળ્યું હતું. ત્યાંના રાજાના દરબારમાં સલાહકાર કન્સિલ સહિત એક અંગ્રેજ વકીલ રહે. આ સભાસદેને કંપની તરફથી પગાર મળતે તે ઉપરાંત બરહાનના રાજા પાસેથી તેઓ દર સાલ બક્ષિસ તરીકે એંશી હજાર રૂપીઆ કહેડાવતા. પ્રાંતનું વસુલ રાજા ઉઘરાવતે તેમાંથી ઠરાવેલી રકમ કંપનીને આપી બાકીનું પિતાના ગુજરાન માટે રાખો. તેમાં કારભારી મંડળનો ભાગ હતે. મિદનાપૂર, ચીતાગાગ વગેરે અન્ય પ્રાંતની સ્થિતિ પણ આવી જ હતી. આ બાબત ડાયરેકટરે તરફથી સખતીના ઉપાયો લેવા વારંવાર હુકમ આવતા હતા. આ નાલેશી અટકાવવા માટે કેવા ઈલાજે લેવા તેને વિચાર કરવા માટે નવાબ નજમ-ઉદ-દૈલાના દીવાન મહમદ રીઝાખાન, કલાઈવના જુના મિત્ર રાજા દુર્લભરાય, અને જગતશેઠ એ સર્વને કલાઈવે મુર્શિદાબાદથી કલકત્તા બોલાવ્યા. અહીં મસલત ચાલતાં એ નિંદ્ય પ્રકાર કલાઈવને કાને આવ્યા કે તેણે તરતજ કલકત્તા કન્સિલના બે ચાર સભાસદને નેકરી ઉપરથી દૂર કર્યો, અને બીજા કેટલાકને કમી કરી તેમની જગ્યાએ મદ્રાસથી માણસે બેલાવ્યાં. આથી કલાઇવ વિરૂદ્ધ ભયંકર બુમાટે ઉઠે. તેના સઘળા શત્રુઓએ એકત્ર થઈ પિતાનું એક મંડળ સ્થાપ્યું, અને તેની તેમજ તેના પક્ષનાં કોઈ પણ માણસ સાથે કંઈ પણ પ્રકારને સંબંધ નહીં રાખવાને ઠરાવ કર્યો. નવાબ નજમ-ઉદ-દૌલા તદ્દન નાલાયક હેવાથી કલાઈવના વિચાર પ્રમાણે ગોઠવણ કરવામાં ભારે મુશ્કેલી નડી. તેના દીવાન મહમત રીઝાખાન માટે પણ કલાઈવને અભિપ્રાય સારો નહે. નવાબ