________________ 660 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કલાઈવે અગાઉના અનિયમિતપણાને ઉત્તેજન આપ્યું હોય તેમ જણાવવા લાગ્યું. વળી ટુંકા ભડાળ ઉપર જે અનહદ ફાયદે ભાગીદારે મેળવતા તે ઉપરથી પ્રજા તરફની વર્તણુક વિશે આપણને અનુમાન કરવાને કારણ મળે છે. નફામાં કલાઈવ એકલાને હિસ્સો બે લાખ રૂપીઆને હતે. ટૂંકમાં એક જાતને વેપાર બંધ કરી એણે બીજી જાતને વેપાર શરૂ કર્યો, અને જે બાબત અન્ય લોકોને તે દેશ દેતે હતું તેને જ તે ભેગા થઈ પડ્યો. કોર્ટ ઑફ ડાયરેકટર્સને આ યોજના પસંદ પડી નહીં, અને તેમણે સને 1766 ના ફેબ્રુઆરીમાં એ વ્યવસ્થા એકદમ બંધ કરવા હિંદુસ્તાનમાંના અધિકારીઓને તાકીદ કરી, અને એ પ્રમાણે અમલ કરવાની લેકને ખબર આપી, કોર્ટના હુકમનો ફારસીમાં તરજુમો કરાવી નવાબને મોકલવા જણાવ્યું. તમે રાજ્યકારભારની ગમે તેવી વ્યવસ્થા કરી , અથવા ગમે તેવી અડચણે ઉદ્વવી હોય તે પણ તમે ઠરાવેલે મીઠું, તંબાકુ અને સોપારીને ઈજારે અમે કબૂલ કરતા નથી * આવી મનાઈ વારંવાર ઇંગ્લેંડથી આવતી, પણ જવાબમાં કલાઈવ અનેક કારણે દર્શાવી હુકમ ઉઠાવવા તજવીજ કરતે. આ નવી વ્યવસ્થાથી લોકોની આબાદી વધવાનું તેણે ડાયરેકટર્સને આ સમયે જણાવ્યું હતું. “મારા ઉપર આપને ભારે હશે તેજ સૂચવેલી વ્યવસ્થા આપે મંજુર કરવી. એ વ્યવસ્થા અગાઉથી જ અમલમાં આવેલી હોવાથી તે એકદમ બંધ કરવામાં અનેક અડચણ નડશે. એમ છતાં આપ જે હુકમ ફરમાવશો તે અમે માન્ય કરીશું.’ આવાં કારણે જણાવી ક્લાઈવ પિતાના વરિષ્ટના હુકમનો અનાદર કેવી રીતે કરતે તે સહજ જણાશે. બીજે વર્ષે આ વેપારમાં રોકાયેલા 24 લાખ ઉપર 19 લાખ ન થયે, અને તેમાં કલાઈવનો હિસ્સો દેઢ લાખનો થયો હતે. વેપારની આ નવીન પદ્ધતિથી અનેક ભાંજગડે તથા ટંટા ઉપસ્થિત થયા. કઈ પણ જણસને ઈજારો કરવાથી તેમાં જુદાણાને ઉત્તેજન મળતું. લોકેએ ચેરી કરી મીઠું વેચવા વગેરેના અનેક જાતના ગુન્હા દરજ થવા લાગ્યા, એટલે તેના નિકાલ માટે એક નવી ન્યાયાધીશી સ્થપાઈ. આ * Bolts.