________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 19 મીઠું અતિશય મેવું થવાથી રૈયત ઉપર વિના કારણે ભારે કર પો. સામાન્ય રીતે સઘળી સાધારણ ખપની વસ્તુઓ ઉપર ભારે કર મુકાવાથી અર્થશાસ્ત્રીની દ્રષ્ટીએ જોતાં આ દેશને માટે અન્યાય થયો હતો. આ સંસ્થામાં ભાગ ધરાવનારા ગ્રહસ્થ કંઈ પણ નહીં કરતાં આનંદમાં ઘેર બેઠાં દરવર્ષે સોએ સે ટકા નફે મેળવે એ આ દેશની પ્રજાના સંબંધમાં કઈ દ્રષ્ટીએ ન્યાયી. ગણાય. બત્રીસ લાખને ઉભે કરેલે ભંડોળ તે સમયના ધનાઢ્ય લકેએ જમા કરેલી સંપત્તિના પ્રમાણમાં છેક જ ન હતું, અને કોઈ પણ તવંગર પિતાના હાથના મેલ તરીકે એટલી રકમ કહાડી નાખતાં અચકાય એમ નહોતું. કલાઈવે નીમેલી ઉપરની મંડળીમાં વેપારના કામ ઉપર તપાસ રાખવાની કંઈ પણ ગોઠવણ નહોતી. મીરકાસમના વખતમાં જકાત માડીના પરવાનાથી રૈયત ઉપર થયેલે ભયંકર જુલમ અટકાવવાના હેતુથી કલાઈવે જે વ્યવસ્થા કરી હતી તેથી સ્થિતિ સુધરી કે બગડી તે હવે પછીની હકીકતથી પુરવાર થશે. એ મુશ્કેલીમાં હતું એ ખરું, પણ તેણે એક પત્રમાં જણાવ્યું હતું કે, બહાર બુમાટે કર્યા વિના કંપનીના નોકરોને ફાયદે કરેજ હેય તે મીઠાના વેપાર ઉપર પ્રતિબંધ મુકવા સિવાય બીજે ઉપાય નથી. આથી નિર્વિવાદ એટલું તે ઠરે છે કે જાહેરમાં અમાટે નહીં થાય એવી રીતે પિતાનું કામ સાધવાની તેની ઈચ્છા હતી. તેણે ઉક્ત ગોઠવણ નવાબની મારફતે અમલમાં મુકી. “અમે અમારી હદમાં પાકતું સઘળું મીઠું નવી નીમાયેલી કમિટીને વેચીશું બીજા કેઈને વેચીશું નહીં” એવા પ્રકારને કરાર લખી આપવા માટે તેણે નવાબ મારફત પ્રાંતમાં હુકમ મોકલી સઘળા જમીનદારોને કલકત્ત બેલાવી મંગાવ્યા. જે નવાબને લાઈવે ઉઠાડી મુક્યો હતો તેને જ વખત આવે તે પોતાના ઉપયોગમાં કેવી રીતે લેતે તે આ ઉપરથી જાહેર થાય છે. લકે પાસે લખાવી લીધેલા અનેક કરાર બેટસે પિતાના પુસ્તકમાં આપ્યા છે. મીરકાસમના વખતમાં ખાનગી વેપારને નિમિત્તે અંગ્રેજ વેપારીઓના ગુમાસ્તા ગામેગામ ફરી લેકે ઉપર જે જુલમ કરતા હતા તે અટકાવવાને ઉપાડેલી યોજના તદનજ નિષ્ફળ ગઈ. ગામડામાં ફરતા દલાલેએ મરજી માફક વર્તવા માંડયું, અને