________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 655 વાની, કેદમાં પુરવાની, અથવા જોરજુલમથી વહાણ ઉપર ચડાવી યુરેપ તરફ રવાના કરવાની સત્તા અહીંના અમલદારને આપવામાં આવી હતી. આથી જે કઈ અહીંથી પત્ર મેકલી, અથવા અહીંના અન્યાય વિશેનું પુસ્તક પ્રસિદ્ધ કરી, ઈગ્લંડમાં લેકમત જાગૃત કરવા પ્રયત્ન કરતું તે તેના ઉપર ભયંકર જુલમ વરસતે. હિંદુસ્તાનમાં તેની લેવડ દેવડ ચાલતી હોય તે કંપનીના વિરોધને લીધે તેને તેમાં ભારે નુકસાન ખમવું પડતું. કંપનીના નેકરને પિતાની ક્ષેમકુશળતાના સમાચાર સિવાય બીજી કંઈપણ હકીકત ઇંગ્લંડમાં પત્રદ્વાર જણાવવાની મનાઈ હતી. જેઓ નોકરીમાં ન હોય અને પિતાની જવાબદારી ઉપર આ દેશમાં આવ્યા હોય તેમનું પણ કંપની આગળ કંઈ ચાલતું નહીં. આવા ગ્રહસ્થાએ ઇંગ્લંડમાં પુસ્તકદ્વારા તે સમયને ભયંકર જુલમ ઉઘાડો પાડ્યો છે, તે ઉપરથી તત્કાલીન સ્થિતિને આબેહુબ ચિતાર આપણી દ્રષ્ટીએ પડે છે. તે વખતે થતા અન્યાયની બાબતમાં નામાંકિત અંગ્રેજ વકીલેએ અને ધારાશાસ્ત્રીઓએ પિતાના અભિપ્રાય આપ્યા છે તે પણ ઉપલબ્ધ છે. મૂળ કંપનીની સ્થાપના વેપાર માટે થઈ હતી. પણ તેના નોકરોએ વેપાર છેડી રાજ્ય મેળવવાનો લોભ કરવાથી બન્ને કામો બગાડયાં હતાં. ખાનગી વેપાર ઉત્તેજીત થતાં કંપનીના વેપારની કોઈએ પર કરી નહીં. રાજ્યનું વસુલ અહીંને અહીં આંધળા ખર્ચમાં વ્યય થવા માંડયું અને કંપની દેવામાં ડુબતી ગઈ. કેઈ અન્યાય કરતું તો તેને બરતરફ કરવામાં આવતું, પણ આ શિક્ષા કોઈને ભારે પડતી નહીં. કારણ થોડા વખત મરજી માફક ધંધે કરી નાણું ભેગું થતાં ઇંગ્લંડ જઈ કોઈની પણ વ્હીક રાખ્યા વિના મોજ મજાહ ઉડાવવાનું તેમને મળતું. હિંદુસ્તાનમાં ન્યાયનું ધોરણ નવાબની મરજી ઉપર અવલંબી રહ્યું હતું. અંગ્રેજે તરફની સૂચના મળતાં વાજબી ગેરવાજબીપણને કંઈપણ વિચાર કર્યા વિના નવાબ તરફથી તેને અમલ કરવામાં આવતું. આવી રીતે સઘળે અન્યાય કઈ જાણી જોઈને કરતું નહીં તે પણ તેનું મૂળ કારણ ઇગ્લેંડમાંની કંપનીના ડાયરેકટરેની સભાનું અનિયમિત પણું હતું. કેર્ટ ઓફ