________________ 654 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આધાર રાખત, પણ અંગ્રેજોની મેહરમાં ઓછું અને હલકી જાતનું તેનું આવવાથી વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું. આવાં કારણોને લીધે બંગાળામાં થતા અનર્થ તરફ ઈગ્લેંડના રાજ્યદ્વારી પુરૂષનું લક્ષ ખેંચાયું, અને આ દેશના વહિવટમાં થોડે ઘણે સુધારો કરવાની શરૂઆત થઈ ખરું જોતાં આ સઘળું અરાજક સ્થિતિનું પરિણામ હતું. બંગાળામાં કોઈ જોખમદાર સત્તાધીશ નહે. મૂળ માલીકને નાશ થતાં કેઈનવીન માલીક ર્યો નહોતો. કલાઈવ જેવો સાહસિક માણસ પોતાની મરજી માફક વ્યવસ્થા કરતો હતો, અને એમ કરવામાં ઉપરીઓના હુકમને અનાદર થતો, અને ન્યાયાખ્યાયને કંઈ વિચાર થતો નહીં. આ વરિષ્ઠ અધિકારીઓ, એટલે ઈંગ્લંડમાંના કંપનીના ડાયરેકટરોમાં પણ કેટલીક અવ્યવસ્થા હતી. અહીં પૈસા મેળવી સધન થઈ ગયેલા બે ચાર આસામીએ આ મંડળમાં અગાડી પડતો ભાગ લઈ મનમાં આવે તેમ કારભાર કરતા. આવા બીન જોખમદાર માણસેના હાથમાં ચાર પાંચ કરોડની વસ્તીવાળા પ્રાંતનો વહિવટ ચલાવવાનો અધિકાર હતો. ઇંગ્લંડમાં તેમજ હિંદુસ્તાનમાં કામ કરનારા સઘળા નેકરોની નિમણુક, તથા કાફલા, લશ્કરી તેમજ દીવાની ઈત્યાદી ખાતાંની સઘળી વ્યવસ્થા તેમના હાથમાં હતી. આટલે ભારે અધિકાર તેમની પાસે હોવાથી કોઈ પણ બાબતમાં બેદરકાર રહેવું એ તેમને માટે સલામતી ભરેલું નહોતું. કંપનીને ભંડોળ સંપૂર્ણ રીતે તેમના તાબામાં હોવાથી નાની નોકરીમાંનાં સઘળાં માણસનું નસીબ તેમની મરજી ઉપર લટકી રહ્યું હતું. આ દુ:સહ પ્રકાર ઉત્તરોત્તર વધત ચાલ્યો હતો, તે આવાં મંડળ તરફથી નીકળેલા હુકમ પાંચ હજાર માઈલને અંતરે કેવી રીતે પળાઈ શકે ? કલાઈવે પિતાની મરજી પ્રમાણે ચલાવેલા કારભારમાં હજારો અન્યાય થયા, પણ તેમાંના એકની દાદ ઈબ્લડ પહોંચી નહીં. વળી કંપનીને ઈગ્લેંડમાં એક વિલક્ષણ અધિકાર મળ્યો હતો. યુરોપમાંથી જે કઈ વેપારી આ દેશમાં આવી કંપનીનો પરવાનો મેળવ્યા વિના વેપાર ઉપાડે, અગર ગમે તે પ્રકારની ચળવળ શરૂ કરી હિંદુસ્તાનમાં કે ઇંગ્લંડમાં ચાલેલા અન્યાય ઉઘાડો પાડવાનો પ્રયત્ન કરે તે તેને દંડ કર