________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાનો આરંભ. 651 તૈયાર થયેલે માલ તેણે સખતીથી વેચાતે લેવા માંડ્યો એટલે કારીગરોની અવદશા થઈ. દંડ કરવો, કેદમાં નાંખવા, ફટકા મારવા, જોરજુલમથી રોકડ રકમ માટે દસ્તાવેજ લખાવી લેવા, વગેરે અનેક તરેહથી વણકર ઉપર જુલમ થવાથી ઘણાખરા કારીગરોએ અને ખાસ કરીને વણકરોએ પિતાને વંધે છેડી દીધું. આથી દેશને જે નુકસાન થયું છે તેની કલ્પના કરી શકાતી નથી. કંપનીના વેપારીઓ માલનું વેચાણ અને ખરીદી કેવા ધોરણે ચલાવતા એ બાબત ટુંકમાં જણાવતાં અહીંના લેકે ઉપર કેવો જુલમ વર્તતો હતો તે ધ્યાનમાં આવશે. અનેક ઠેકાણે કંપનીની વખારે હતી, અને મુખ્ય વખારોની શાખારૂપી બીજી નાની વખારો હતી. વખારમાં એક મુખ્ય એજંટ અને તેના હાથ હેઠળ કામના પ્રમાણમાં બીજા અંગ્રેજ વેપારીઓ રહેતા. પ્રત્યેક વખારમાં એક વાણીઓ રહે અને તેની મારફતે દેશી લોક સાથેને અંગ્રેજોને વેપાર ચાલ. દુભાશીઆના કામ અને ઉપરાંત તેને હિસાબ, દલાલી, પૈસાની લેવડદેવડ વગેરે સઘળું કામ કરવું પડતું. વખારમાં મુખ્ય સેક્રેટરી તરીકે આ વાણીઓ રહે, અને તેની મારફતે કારકુન, સિપાઈ, મજુર, ભઈ, મસાલચી વગેરે સર્વ પ્રકારના નોકર રાખવામાં આવતા, અને તેમનાં વર્તન માટે તેજ જવાબદાર રહેતે. બીજા અનેક વ્યવહારે તેની મારફત ચાલતા. વખારના મુખ્ય અધિકારી દેશી ભાષાથી અજ્ઞાન હોવાથી, કોઈને કંઈપણ કામ હોય તો તે વાણી અને વચમાં રાખ્યા સિવાય થઈ શકતું નહીં. આથી વાણીઆનું મહત્ત્વ કેટલું હતું તેની સહજ કલ્પના કરી શકાશે. લોકોએ તૈયાર કરેલે માલ એક કરવા માટે, અને બહારથી આવેલે માલ વેચવા માટે માસિક પગાર ઠરાવી આ વાણુઓના હાથ હેઠળ કેટલાક ગુમાસ્તા નીમવામાં આવતા. એક ગુમાસ્ત, એક કારકુન, એક ખજાનચી, કેટલાક સિપાઈઓ અને વરતણીઆની ટોળીઓ ગામેગામ જતી. એવી દરેક ટેળીને વખારના મુખ્ય અધિકારી તરફથી પરવાનો આપવામાં આવતું, અને તેમાં સ્થાનીક અમલદારને આ ટોળીઓના કામમાં હરકત નહીં નાખતાં તેમને દરેક પ્રકારની