________________ પ્રકરણ 23 મું.] લાઈવની રાજ્યવ્યવસ્થા. 49 હિંદુસ્તાનમાં સ્વારી કરેલી હતી, એટલે એકત્ર થઈ નેકરીનું રાજીનામું આપવાથી સરકાર આપણી માગણી કબૂલ કરશે એમ સઘળાએ ધાર્યું, આ હેતુથી તેઓએ છૂપાં મંડળો ઉભાં કર્યા, અને સઘળાઓએ સોગન લઈ એક બીજાનું રક્ષણ કરવા અને પિતાને ગુપ્ત હેતુ બહાર નહીં પાડવાને ઠરાવ કર્યો. સઘળાએ મળી એક મોટું ફંડ જમા કર્યું. આ રકમમાંથી માણસોને થતું નુકસાન ભરી આપવાનું હતું. ચાર મહિના લગી આ બેત ગુપ્ત રીતે ચાલુ રહ્યો, તે પણ લાઈવને તે વિશે કંઈપણ ખબર મળી નહીં. સને 1766 ના એપ્રિલ માસમાં તે મુર્શિદાબાદમાં હતું ત્યારે મેંગીર અને પટનાના અધિકારીઓ તરફથી તેને જણાવવામાં આવ્યું કે અગાઉનું બેવડું ભથું ન મળવાથી લશ્કરના અમલદારે મે મહિનાના આરંભથી પિતાની નોકરી છોડી દેવાના છે. આ વેળા કલાઈવને માથે ઘણે વિકટ પ્રસંગ આવ્યું હતું એમ છતાં ગમે તેવી ભયંકર અડચણાની દરકાર ન રાખતાં તેણે જે અપ્રતિમ ધૈર્ય દાખવ્યું તેથી તેને આખા દેશ તરફથી અતિશય સન્માન મળ્યું. તેણે પ્રથમ આ બંડના અગ્રેસરે શોધી કહાડયા, અને તેમને એકદમ મારી નાંખવાનો ઠરાવ કર્યો. એમ કરવા પહેલાં તેમની જગ્યા લઈ શકે તેવાં બીજો આદમી એણે તૈયાર કર્યા, અને મદ્રાસથી નવાં માણસે મંગાવ્યાં. મુર્શિદાબાદ અને કલકત્તાનાં માણસોને સમજાવી લઈ તેમને કામ ઉપર લગાડી દીધાં; પણ મેગીર, બાંકીપુર અને અલાહબાદમાં સમજાવટનું કંઈ ફળ નિપજયું નહીં. ત્યાં ઘણાખરાઓએ ઠરાવ પ્રમાણે નોકરી છોડી દીધી. બાંકીપુરમાં લશ્કરને મુખ્ય અધિકારી બાર્કર હતો, અને મોંગીરમાં ફલેચર હતો. બાર્કરે મુખ્ય બંડખોરને પકડી કલકત્ત મોકલાવી દીધા, એટલામાં કલાઈવ જાતે મેંગીર ગયો, અને ત્યાંની દેશી ફેજની મદદ વડે અગ્રેસર બંડખેરેને પકડી કલકત્તા તરફ મોકલ્યા, અને પિતે પટના ગયે. ત્યાં પણ આ પ્રમાણે બંડ દાબી દઈ તે આગળ જનાર હતો, પણ એટલામાં અલાહબાદનું બંડ દબાઈ જવાની બાતમી મળતાં તે કેટલાક દિવસ પટના માંજ રહ્યો. કલકત્તે મોકલાવેલાં માણસે તરફથી પિતાનાં કામને પસ્તાવો બતાવનારી અરજી આવી ત્યારે તેણે કેટલાકને બરતરફ કર્યા, કેટલાકને