________________ 648 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. જાણમાં આવતાં તેમણે બેવડું ભથું બંધ કરી આખા લશ્કરને ઠરાવેલું એકપટ ભથ્થુ આપવાને હુકમ કર્યો. પણ તે પ્રમાણે કલકત્તા કેન્સિલે અમલ નહીં કરતાં તેમ કરવામાં અનેક હરકતો ઉપસ્થિત થશે એમ ઇગ્લેંડ લખી મેકહ્યું. કલાઈવ અને તેની સિલેકટ કમિટી અહીં આવી ત્યારે તેમણે લશ્કરનું બેવડું ભણું બંધ કરી એકપટ ભથ્થુ આપવા માટે તાકીદને હુકમ કહા. આવા હુકમ આપવામાં કાર્ડ ઓફ ડાયરેકટર્સની હમેશાં એક ભૂલ એ થતી કે અહીંની ખરી હકીક્ત તેમની જાણમાં બરાબર આવતી નહીં, અને પહેલ કહેલાં જે બાજુ ઉપર તેઓ ઢળતા તેજ તેઓ હઠથી આખર લગી પકડી રાખતા. ભથ્થાની બાબતમાં પણ તેવું જ કંઈક થયું હતું. અહીં લશ્કર મીરકાસમ સામા લડતું હતું, ખુદ બાદશાહ અને વઝીર સાથે અંગ્રેજો લડાઈમાં ઉતરવાની તૈયારીમાં હતા તે વખતે બેવડું ભવ્યું બંધ કરવા માટે ઇગ્લેડથી હુકમ આવ્યું હતું. બકસરની લડાઈ હમણાજ થઈ ગયેલી હોવાથી આ હુકમ પ્રમાણે અમલ કરવાનું અશક્ય હતું; થડા વખતમાં લાઈવ હિંદુસ્તાન આવનાર હોવાથી કલકત્તા કૌન્સિલે એ કામ તેને માટે રહેવા દીધું. લેકિની ફરીઆદ તરછોડી કહાડવાને કલાઈવને સ્વભાવ ન હેવાથી, તા. 1 લી જાન્યુઆરી, સને 176 6 થી તેણે એવું ફરમાવ્યું કે મૂળ સ્થાન ઉપર લશ્કર હોય ત્યારે તેમાંના સર્વ પ્રકારના નેકરેને સરકારમાંથી રહેવાની જગ્યા મફત આપવી, પણ કઈ ભથ્થુ આપવું નહીં. મેંગીર અને પટનામાં લશ્કરને અડધું ભથ્થુ મળે, ત્યાંથી આગળ જતાં પુરું ભથ્થુ અને માત્ર અલાહબાદમાં રાખેલી લશ્કરની ટુકડીને બેવડું ભથ્થુ આપવું. આ હુકમ બહાર પડતાં લશ્કરમાં અસંતોષ ઉત્પન્ન થયે, તે પણ લેકે એકદમ ઉશ્કેરાઈ ગયા નહીં. તેમણે સરકારને અરજી મારફત પિતાની સઘળી અડચણો વિદિત કરી, પણ કલાઈવે તે ઉપર વિચાર ચલાવવા ના પાડી. લશ્કરના ઉપલા વર્ગના અમલદારને મીઠાના વેપારમાં ભાગ લેવાથી ભથ્થાનું વેપાર તેમજ ભથ્થુ બને જવાથી ઘણું ગુસ્સે થઈ ગયા. આ અસંતોષ તરતજ બીજી ટુકડીઓમાં પ્રસર્યો. આજ અરસામાં મરાઠાઓએ ઉત્તર