________________ 646 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એ માન્ય કરી નહીં. મીરકાસમના વખતમાં અંગ્રેજોએ ઘેટાળો. કરવાથી ગડબડાટ થઈ રહી, ત્યારે દેશીઓના કારભારમાં દખલ નહીં કરવા કંપની તરફથી તાકીદ થઈ થતી. એ ઉપરથી પટનામાં સીતાપરાય તથા મુર્શિદાબાદમાં મહમદ રીઝાખાનને સઘળો વહિવટ ચલાવવા કલાઈવે નીમ્યા, અને એ બેઉ ઠેકાણે અંગ્રેજ રેસિડન્ટ મુકી તેમની મારફતે ઉત્પન્ન એકઠું કરવા ગોઠવણ કરી. પણ પ્રાંતની વસુલ લેનારા ઉપર રેયતની સંભાળ રાખવાની જવાબદારી છે એ વાત કલાઈવે લક્ષમાં રાખી નહીં. ગામે ગામ મુસલમાન જમીનદાર હતા તેઓ રૈયત પાસેથી વસુલ ભેગી કરી પટના તથા મુર્શિદાબાદની તીજોરીમાં ભરતા. આ જમીનદારો પાસેજ ફોજદારી ન્યાયાધીશને અધિકાર રહે અને દરેક બાબતમાં છેવટને વિવાદ નવાબ રૂબરૂ થ; પણ લાઈવની વ્યવસ્થાની રૂએ ખુદ નવાબની મહત્તા ઘટી જવાથી રૈયતને વિવાદ કરવાનું કંઈપણ ઠેકાણું રહ્યું નહીં. મહમદ રીઝાખાન અને સીતાપરાય એ બન્ને પિત પિતાના હસ્તકના મુલકના નમુનેદાર ગૃહસ્થ હતા. ખાન ભારે મજાસી તથા ડોળઘાલુ હતો, પણ સીતાપરાય ધૂર્ત, ઉઘોગી અને અંદરથી લુચ્ચો હતે. એક વખતે એક અંગ્રેજ વકીલ સીતાપરાયનો કારભાર કેવો ચાલે છે તેની તપાસ કરવા સારૂ પટના ગયો, ત્યારે સીતાપરાયના શત્રુઓ પુષ્કળ હેવાથી, તેમણે અંગ્રેજ વકીલને મળી તેની વિરૂદ્ધની સઘળી કરી તેને કહેવાનો મનસ કર્યો. સીતાપરાય તે વકીલને લેવા સામે ગયે, અને તેને પિતાના હાથી ઉપર બેસાડી શહેરમાં ફેરો. સર્વ હિસાબની તેમજ બીજી બાબતની તપાસ વેળાએ તેણે શાંતપણે સઘળા પ્રશ્નના ઘણું ચોખા ઉત્તર આપ્યા, અને તકરારી કાગળો રજુ કરી પિતાનાં વર્તનનું વાજબીપણું સિદ્ધ કરી બતાવ્યું. કંઈ પણ આનાકાની અથવા છુપામણી ન કરતાં સરળ અને સ્પષ્ટ જવાબ આપવાથી તેના પ્રમાણિકપણે તેમજ ડહાપણ વિશે અંગ્રેજ વકીલની ખાતરી થઈ અને તેના મનની સઘળી શંકા દૂર થતાં તે સીતાપરાય તરફ મોટી મિત્રાચારીથી અને સન્માનથી વર્તવા લાગે. પ્રજા તરફ સીતાપરાયની વર્તણુંક ઘણી ડહાપણ ભરેલી હોવાથી તે શત્રુને કનડ્યા વિના પિતાનું ધાર્યું