________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ. 473 વળી ટીચીનાપલીને ઘેરે ચાલુ હતું ત્યારે અત્યંત બારીક પ્રસંગે મહેસુર, ગુટી, તાંજોર, પુડુકાટ વગેરેના અનેક સત્તાધીશો બે પરદેશી પ્રજા વચ્ચેના ઝગડાને તમાશો જોતા આસપાસ ઉભા રહ્યા હતા; બેમાંથી વિજયી કેણ થાય છે તેની સ્વસ્થપણે રાહ જોઈ બેઠા હતા. જે વિજયી થાય તેને પક્ષ સ્વીકારવાની અપેક્ષા રાખતા હતા; પણ પિતાનામાં શક્તિ હોવા છતાં આ પરદેશી લકે આપણું મુલકમાં શું કામ લડે છે તેને તેમણે વિચાર પણ કર્યો નહીં, તે પછી તેમને પ્રતિકાર કરવાની વાત તે ક્યાંજ. તે વેળા મેટામોટાઓનાં મનની સ્થિતિ પણ આવી ભયંકર અને શોચનીય થઈ હતી. એમ આ પ્રસંગની હકીકત ઉપરથી દેખાય છે. આર્કટને ઘેરો હિંદુસ્તાનમાં અંગ્રેજોના ઈતિહાસનો પહેલો મહાન બનાવ હોવાથી અંગ્રેજી ઇતિહાસમાં તેની ખ્યાતિ વિશેષ છે. આ બનાવે હવે પછી થનારાં યુદ્ધ તથા રાજકીય ફેરફારનું સ્વરૂપ તદન બદલી નાંખ્યું. કેન્ય લેકે નબળા પડવા લાગ્યા, તેમ અંગ્રેજો જેરપર આવ્યા. ઉપરી અમલદાર અંગ્રેજ હોય તો તેને હુકમ અક્ષરશઃ પાળી છવની પરવા કર્યા વિના દેશી લશ્કર જોઈએ તેવું મુશ્કેલ કામ કરવાને અચકાતું નહીં, એ હિંદુસ્તાનના વતનીઓના મોટા ગુણની પહેલી પરીક્ષા આર્કટમાં થઈ અને ત્યારથી આજ લગી એ પિતાનો અમુલ્ય ગુણ હરેક પ્રસંગે તેઓ પ્રગટ કરે છે. આ ગુણને ફાયદો મેળવી અંગ્રેજોએ હિંદુસ્તાનનું રાજ્ય સ્થાપ્યું અને એજ ગુણ ઉપર આજે તેઓ તેનું રક્ષણ કરે છે. ગમે તેવા અણીને પ્રસંગે પણ હિંદુસ્તાનની ફેજ પિતાનાં કર્તવ્યથી પરામુખ થઈ નહીં. લડાઈને નિકાલ માત્ર લશ્કરની સંખ્યા ઉપર અવલંબી રહે તે નથી; લશ્કરી કવાયત અને દ્રઢ નિશ્ચય એ બે ગુણેથી ગમે તેવું પરાક્રમ કરવા બની આવે છે, એ વિચાર દેશી લેકનાં મન ઉપર આર્કટ આગળ પહેલી વાર હસ્યો અને ત્યાંજ અંગ્રેજ અધિકારીઓને પ્રથમ જાહેર થયે. એ વિચાર કલાઈવના લક્ષમાં આવતાં જ તેણે તેને ઉપયોગ કર્યો, અને હવે પછીને પ્રસંગે અંગ્રેજ સેનાપતિએ તથા રાજ્યકારી પુરૂષોએ તેજ યુક્તિને ઉપયોગ કર્યો. ટુંકમાં અંગ્રેજ રાજ્યને જન્મ આર્કટમાં થયે એમ કહેવાનો હરકત નથી.