________________ - 488 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. નિઝામનું રાજ્ય નાશ થવાની અણી ઉપર આવ્યું તેમાં કઈ નવાઈ નહોતી. પરંતુ બુસીને હૈદ્રાબાદમાંથી કહાડવાની બુદ્ધિ સલાબતજંગને સુઝવાથી તે બચી ગયે, નહીંતે પેશ્વા તથા બુસીએ સંતલસ કરી સલાબતપંગને ઉડાવ્યો હત. વળી પાણીપતનાં મેદાન ઉપર મરાઠાઓને ચૂરેચરે થયો નહીં હોત તે કદાચ અંગ્રેજ તથા ફ્રેન્ચ લેકે હિંદુસ્તાનમાં ટકી શકતે નહીં, અને કલાઈવનાં કારસ્તાને માટે જગ્યા રહેતી નહીં. શાહુ છત્રપતિનાં મરણ પછી જેમ જેમ પાણીપતનું યુદ્ધ પાસે આવતું જાય છે તેમ તેમ મરાઠી રાજ્યની કીર્તિમાં વધારે થતું જાય છે, અને એ કીર્તિધ્વજ કયાં અટકે છે એ જોવા પ્રેક્ષકોની મનવૃત્તિ અત્યંત ઉત્કંઠીત થાય છે, ત્યારે એકદમ પાણીપત ઉપર મરાઠાઓને સદંતર નાશ થઈ સઘળું અટકી પડે છે. અહમદશાહ અબદલ્લીએ મરાઠાઓને ઘાણ કહાડી નાંખ્યો નહત, તે પણ તેમના રાજ્યકારભારમાંના સાંપત્તિક દેપને લીધે તેમજ રાજ્યની મજબૂતી વધારવાના અનેક ઉપાયો તરફ દુર્લક્ષ કરવાને લીધે પરદેશીઓને પ્રવેશ હિંદુસ્તાનમાં કેવળ અનિવાર્ય હતો એવું તે કાળનું અવલોકન કરનારાઓને ઐતિહાસિક દૃષ્ટિએ લાગ્યું હતું. પાણીપતનાં યુદ્ધથી તફાવત માત્ર એટલે જ પડ્યો કે અંગ્રેજોને આ દેશમાં આગળ વધતાં અટકાવનાર કોઈ રહ્યું નહીં અને ચારે દિશા તેમને માટે એકદમ મોકળી થઈ ગઈ. આ પુસ્તકમાં નમૂદ કરેલા કર્નાટકના તથા મહારાષ્ટ્રના એકંદર બનાવો ઉપરથી એટલું તે સ્પષ્ટ થાય છે કે દેશી રાજ્યકર્તાઓના દરબારમાં અગ્રેજ ફ્રેન્યની સલાહ સિવાય એક પાંદડુ પણ હાલી શકતું નહીં; અને અરસપરસને ભરેસે તથા સ્નેહ અદશ્ય થઈ જતાં, આ પરદેશી લેકેનું રાજ્ય આ દેશમાં કાયમ થાય તે સારું એવી રાજા તેમજ રૈયતનાં મનની સ્થિતિ થયેલી હેવાથી આગળ ઉપર શું પરિણામ આવશે તેનાં ચિન્હ અગાડીથી જ જણાવવા લાગ્યાં હતાં. બુસી આ પ્રમાણે રોકાયેલું હતું ત્યારે પડતી અડચણમાંથી કેમ છટકી જવું એ માટે તે ડુપ્લે સાથે પત્રવ્યવહાર ચલાવતા હતા. કર્નાટકમાં ફ્રેન્ચ લેકોની અવદશા થતી જતી જોઈ તેને અકળામણ થવા માંડી હતી,