________________ 584. હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. વખતમાં તેમણે પિતાનું વચન તેડવાને એક પણ દાખલે બન્યું નથી. ઈગ્લેંડમાં કઈક ઉપર ખોટું બોલવાને અપરાધ સાબીત થતાં તેની અપ્રતિષ્ઠા થાય છે.” આ વિષે નવાબ આગળ અમીચંદે બ્રાહ્મણને પગે હાથ મુકી સેગન ખાધા. આ રીતે તેની સમજુત થવાથી નવાબ અંગ્રેજોના સંબંધમાં તદન નિશ્ચિંત રહ્યો. ફ્રેન્ચ તથા બીજા લેક અંગ્રેજે વિષે નાના પ્રકારનાં કાવતરાં રચતા હતા, પણ નવાબે તે તરફ લક્ષ આપ્યું નહીં, અને મીરજાફરને પ્લાસીથી પાછો બોલાવી લીધો. મે મહિનામાં કરારની સઘળી ગોઠવણે સંપૂર્ણ થઈ. મીરજાફર તથા અંગ્રેજો વચ્ચે થયેલા ઠરાવની મુખ્ય કલમો હેઠળ પ્રમાણે હતીઃ-(૧) સુરાજ-ઉદ-દૌલાએ અંગ્રેજોને આપેલા સર્વ હક તથા સવળતા મીરજાફરે કબૂલ કરી અંગ્રેજો સાથે હરએક રીતે દસ્તી રાખવી. (2) ફ્રેન્ચ લોકોને બંગાળામાંથી હાંકી કહાડી તેમની સઘળી માલમતા અંગ્રેજે. ને આપવી; તથા નુકસાની બદલ મીરજાફરે કંપનીને એક કરોડ, કલકત્તાના યુરોપિયન રહેવાસીઓને પચાસ લાખ, હિંદુ રહેવાસીઓને વીસ લાખ, આિિનયન વેપારીઓને સાત લાખ તથા અમીચંદને વીસ લાખ આપવા. (3) કલકત્તાની ખાડી બહાર સઘળી બાજુએ છ યાર્ડને, તથા કલકત્તાથી હેઠળ કિનારા સુધીને સઘળો, પ્રદેશ મીરજાફરે કંપનીને આપો. (4) મીરજાફરના બચાવ સારૂ અંગ્રેજ જ રહે ત્યારે તેને સઘળો ખર્ચ તેણે આપ, અને બદલામાં સર્વ શત્રુ સામે તેમણે તેનું રક્ષણ કરવું. આ પ્રમાણે મીરજાફર સાથે કરવામાં આવેલા ગુપ્ત તહનામાની રૂએ અંગ્રેજોને પુષ્કળ ફાયદો થવાનું હતું. આ તહનામું પાર પાડવા માટે એક સાક્ષીની જરૂર હતી. એવા સાક્ષીના દેખતાં કુરાન ઉપર હાથ મુકી તહની કબૂલાત મીરજાફર પાસેથી મેળવવાની કલાઈવ તરફથી વેટસને તાકીદ થઈ હતી. પરંતુ મુર્શિદાબાદમાં આ તહ ઉપર કબલાત લેવામાં કેટલી કેટલી અડચણે આવશે એ કલાઈવને ખબર નહતી. મીરજાફરને માટે નવાબને સંશય આવવાથી તેની સઘળી હીલચાલે ઉપર સખત દેખરેખ હતી, અને વેટસ ઉપર પણ તેવો જ પહેરો હતો. એક દિવસ વેટસ એક