________________ 142 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સોળ લાખ જેટલી ઘટી ગઈ. આ સોળ લાખ સુમારે સે વર્ષ લગી નવાબના કુટુંબને ચાલુ મળ્યા કર્યા તે માટે કેટલાક અંગ્રેજ ગ્રંથકારોને ભારે આશ્ચર્ય ઉપજે છે. આટલી રક્સમાંથી એક ઉત્કૃષ્ટ યુનિવર્સિટી સ્થાપાઈ હોત તે આળસુ અને સ્વછંદી નવાબને મોજશોખમાં એ નાણું ઉડાવી દેવાને અવકાશ મળતે નહીં, એમ વ્હીલર (Wheeler ) જેવા કેટલાક લેખકે પિતાને અભિપ્રાય જાહેર છે. નવાબના સોળ લાખમાં યુનિવર્સિટી ચલાવી શકાત એ ખરું, પરંતુ કંપનીએ દરસાલ બે કરોડ જેટલે ફાયદે બંગાળામાંથી મેળવ્ય, તે રકમ જે આ દેશના લોકોના ઉપયોગમાટે વ્યય થઈ હોત તે બંગાળાના પ્રત્યેક શહેરમાં યુનિવર્સિટી સ્થાપી શકાતે તેને તેઓએ ભાગ્યે જ વિચાર કર્યો છે. વસુલાત ભેગી કરવા માટે લાઈવે નવાબનાજ અગાઉના નોકરોને કાયમ રાખ્યા, પણ તેમના ઉપર દેખરેખ રાખવા માટે કેટલાક અંગ્રેજ અધિકારીઓની નિમણુક કરી. આ પ્રમાણે તેણે કરેલી વ્યવસ્થા જાશુકની હેય તેમ તેને લાગ્યું. બંગાળ પ્રાંતની બહાર નીકળવું નહીં, અને વધારે મુલક કબજે કરવાનો વિચાર રાખે નહીં, એવો અભિપ્રાય એણે આગ્રહપૂર્વક ઈગ્લંડમાં કંપનીના અધિકારીઓને જણાવ્યો હતો, પણ તે દસ વર્ષ પણ નીભી શક્યો નહીં. આ ગોઠવણથી હિંદુસ્તાનને કારભાર વ્યવસ્થિત રીતે ચાલતાં કંપનીને અતિશય ફાયદો થશે એવી તેની ધારણું હતી. તે જે પાર પડી હતી તે કંપનીની સાંપત્તિક સ્થિતિ આખી પૃથ્વી ઉપર અપૂર્વ થઈ જાત. તેને વેપાર ચીન દેશ સાથે પણ ચાલતું હોવાથી, તેના સઘળા વેપાર માટે જરૂરને ભંડોળ આ દેશમાંથી જ મેળવી શકાય તે ઈંગ્લેંડથી લાવી અને વેચવામાં આવતા માલનાં સઘળાં ઉત્પન્ન જેટલો ચેખો ફાયદો થાય. આ સ્થિતિ લાંબા વખત સુધી તદન ગુપ્ત રાખવામાં આવી હતી, અને અહીંથી રવાના થતા પત્રોમાં લોકોને નહીં સમજ પડે તેવા અનેક હિંદી શબ્દો વાપરવામાં આવ્યાથી ઈંગ્લંડમાં કંપનીની બહારનાં માણસને અહીંની ખરી હકીકતની ખબર પડી નહીં. 4. બંગાળાની દીવાની અને ડબલ ગવર્નમેન્ટ-મેગલ બાદશાહની રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક નવાબની સાથે એક દીવાનની નિમ