________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. * શેઠ તરફ વિશ્વાસઘાતી થવા માટે યથાયોગ્ય શિક્ષા થઈ.” અલાહબાદથી બનારસ જઈ કલાઈવે લશ્કરને બોબસ્ત કર્યો તે બાબત હવે પછી કહેવામાં આવશે. બનારસથી કલકત્તે જઈ નોકરીના લાંચી આપણને અટકાવ કરવાના હેતુથી એણે કેટલાક ઉપાય કર્યા. સને 1766 ના એપ્રિલમાં એ પાછો કલકત્તેથી નીકળી મુર્શિદાબાદ ગયે, અને નવા મળેલા પ્રાંતની વસુલ કેવી રીતે અને કેટલી લેવી તે વિષે બંદોબસ્ત કર્યો. આ હિંદુસ્તાનમાં થયેલું પહેલું રેવેન્યુ સેટલમેન્ટ હતું. મુર્શિદાબાદમાં દરબાર ભરાયું તે વેળા મૈયત નવાબ મીરજાફરે પોતાના મૃત્યુપત્રમાં કલાઈવને પાંચ લાખ રૂપીઆ બક્ષિસ તરીકે આપવાનું નવાબે જાહેર કર્યું. આ વર્તમાન સાંભળી તે ભારે વિમાસણમાં પડ્યો. આ નાણું સ્વીકારવાથી લાંચ વગેરે ન લેવાના નિયમનું પોતેજ ઉલ્લંઘન કરે છે એમ થાય; નહીં લે તો લક્ષમી ચાલે કરવા આવે ત્યારે હોવું ધેવા જવા બરાબર થાય. આ મુશ્કેલી ગમે તેમ દૂર કરી કલાઈવે તે રકમ લીધી, તે વડે એક નવું ફંડ ઉભું કર્યું, અને કંપનીના લશ્કરમાંનું જે કઈ માણસ લડાઈમાં, અગર હવાને લીધે પ્રવૃત્તિ બગડવાથી, કામ કરવા અસમર્થ થાય તેને તેમાંથી મદદ કરવાની યોજના રચી. આ ફંડને સો વર્ષ નિભાવ થયો હતો, અને તેને કંપનીનાં માણસોને સારો ફાયદો મળ્યો હતો. સને 1858 માં કંપનીનું રાજ્ય અંગ્રેજ સરકારે પિતાના હાથમાં લીધું, ત્યારે કલાઈવના વારસેએ ફરીઆદ કરી આ રકમ પિતે લઈ લીધી. - તા. 29 મી મે, 1766 ને દીને નવાબ નજમ-ઉદ-દૌલા બેહેસ્તનશીન થયો. કલાઈવે કરેલી વ્યવસ્થાને લીધે નવાબના હાથમાં સત્તા અથવા દ્રવ્ય કંઈ રહ્યું નહોતું તે વખતે મરહુમ નવાબને સોળ વર્ષની ઉમ્મરને ભાઈ સૈફ-ઉદ-દૌલા નવાબપદ ઉપર દાખલ થયો. આ તકનો લાભ લઈ કલાઈવે તેની નિમણુંક ત્રેપન લાખ ઉપરથી બેતાળીસ લાખ જેટલી ઘટાડી નાંખી. આવી રીતે નવા નવાબને ગાદીએ બેસાડતાં નિમણુંક ઓછી કરવાનો આ દાખલ કંપનીએ સારી પેઠે લક્ષમાં રાખ્યો હતો, કેમકે સને 1770 માં એ રકમ બત્રીસ લાખ ઠરાવવામાં આવી, અને સને 1793 માં તે રકમ