________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. બાજુના મુલક કરતાં પોતાની રાજ્યવ્યવસ્થા ઉત્તમ પ્રકારની છે એવી રૈયતની સામાન્ય રીતે ખાતરી કરવી એમાંજ નવીન રાજ્યકર્તાની હોંશીઆરી હમેશાં દેખાઈ આવે છે. આ બાબતમાં મરાઠા અને અંગ્રેજ જેવી મહત્વાકાંક્ષી પ્રજાએ ઉપાડેલા ઉદ્યોગની તુલના કરી જોતાં, એ તુલના મોરંજક જણાઈ આવ્યા વિના રહેશે નહીં. આ સમયે પોતાના હાથ ખેંચી પકડી કલાઇવે ઉત્તમ પ્રકારની ધૂર્તતા વ્યક્ત કરી હતી. અંગ્રેજોએ પિતાનું હવે પછીનું કામ બહુજ ધીમેથી તથા સાવધપણે ઉપાડયું; એક પગ બરાબર ઠામ પડ્યા સિવાય તેમણે બીજો પગ કદી પણ ઉપાડ નહીં, અને તેથી જ આખા હિંદુસ્તાનને પોતાના કાબૂમાં લેતાં તેમને પણ વર્ષ થયાં. લૉર્ડ ડેલહૌસી જેવાએ કંઈક ઉતાવળાં પગલાં ભર્યા ખરાં પણ તરતજ તેને અટકાવવાનો પ્રયત્ન થયે. અંગ્રેજ અમલના આરંભમાં તેમનું ધૂર્ત વર્તન તથા લેકનાં મન સંતુષ્ટ કરવાની તેમની ઈચ્છાને લીધે તેમના રાજ્યની સ્થાપના ઘણી સહેલી થઈ હતી તેમાં સંશય નથી. પેશ્વાએ રાજ્ય સ્થાપનાના કામમાં આમાંની ઘણી બાબતોની અવગણના કરી હતી એમ વિચારી મનુષ્યોને અવશ્ય જણાશે. ઉપર વર્ણવેલાં કારણોને લઈને બહાર પ્રાંતની પેલીમેર પગ નહીં મુકતાં સુજા-ઉદ-દૈલા સાથે મિત્રાચારી રાખી તેને પિતાના મુલકની વાયવ્ય સરહદ ઉપર એક આશ્રિત તરીકે રાખવાનું કલાઈવને ઇષ્ટ જણાવ્યું અને તેણે સૂચવેલી ઘણીખરી સરતો વઝીરે કબૂલ રાખી. બનારસની નૈઋત્યે સુમારે વીસ માઈલ ઉપર ભાગીરથીને દક્ષિણ તીરે આવેલ ચુનારગઢનો કિલ્લો અંગ્રેજોએ લેવો. કાર અને અલાહબાદનાં પરગણું બાદશાહને આપવાં, યુદ્ધના ખર્ચ પેટે પચાસ લાખ રૂપીઆ અંગ્રેજોને આપવા, મીરકાસમ અને સમરૂને પિતાના રાજ્યમાંથી હાંકી કહાડવા. આ સઘળી માંગણું વઝીરે માન્ય કરી. પરંતુ તેના રાજ્યમાં કઠી ઉઘાડી વેપાર ચલાવવાની કલાઈ માગેલી પરવાનગી આપવાને તેણે સાફ ના પાડી. તેણે કહ્યું કે “તમને બંગાળામાં કાઠી ઘાલવાની પરવાનગી નવાબે આપી; પછી તેની અને તમારી વચ્ચે ટટે થતાં આજે તમે એક બીજાથી