________________ 638 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તેને સમજાવ્યો કે તમે જો સઘળો કારભાર તમારા હાથમાં રાખશે તે તમારા જાત ખર્ચને માટે પણ તમારી પાસે પૈસા રહેશે નહીં, અને અદ્યાપિ જે પ્રમાણે નાણું સંબંધી ઘેટાળો થયો હતો તેમ થતાં વધારે અવ્યવસ્થા થશે; તેમ ન કરતાં અંગ્રેજોને વહિવટ ઑપવામાં આવે તે તમારા ઉપર વિશેષ જવાબદારી પડશે નહીં અને ઉલટું ત્રેપન લાખની રકમ વિનાઅડચણે તમને મળ્યા કરશે.” આ કહેવાની યોગ્ય અસર થઈ, અને નવાબની સમજૂત થતાં તે પિતાનાં લશ્કરને વિખેરી રજા આપવા તૈયાર થયો. આટલું કરી લાઈવ પટના થઈ બનારસ ગયો. અહીં વઝીર સુજાઉદ-દૌલા અને કાનૉક સાથે તેની મુલાકાત થતાં તેઓ સઘળા અલાહબાદ ગયા, કેમકે બાદશાહને મુકામ તે વખતે ત્યાં હતા. બંગાળ પ્રાંત અંગ્રેજોના હાથમાં આવ્યા પછી કંપનીના મુલકની વાવ્ય સરહદ ક્યાં અટકાવવી તે કલાઈવને માટે એક મેટે પ્રશ્ન હતું. બાદશાહને મદદ કરવા માટે દિલ્હી જવું તે પછી કલકત્તાથી દિલ્હી સુધીને સઘળો પ્રદેશ સંભાળવાની લશ્કરી જવાબદારી સ્વીકારવી જોઈએ. એ જવાબદારી કંઈ નાની નહતી. વળી અફઘાન અને મરાઠાઓ મુગા બેઠા નહોતા. તેઓ તૈયાર થઈ અંગ્રેજો સાથે લડવા આવે તે યુદ્ધ ક્યાં સુધી લંબાય અને તેનું પરિણામ કેવું અનિષ્ટ આવે એની કલ્પના સહજ કરી શકાશે. કલકત્તાના મૂળ પાયાની સંભાળ રાખી ત્યાંથી દિલ્હી સુધીના લંબાણ પ્રદેશ ઉપર લશ્કરી કબજે રાખ એ ઘણું જ મુશ્કેલ કામ હતું. વળી વઝીરને મુલક સહેલાઈથી કંપનીના તાબામાં આવ્યો તે તે ઉપરને અંગ્રેજ કાબુ રેહીલા અફઘાનને પસંદ પડશે નહીં. તેમજ સુજા-ઉદ-દૌલાએ મરાઠા તથા અફઘાને સાથે ઐક્ય કરી તેમની વિરૂદ્ધ પડે તે તેમનાં એકત્ર બળ સામે અંગ્રેજે ટકી શકે નહી, ટુંકામાં બંગાળ પ્રાંતની બહાર જઈ આખા હિંદુસ્તાનમાંના વિરોધીઓ સાથે લડવાની આ સમયે કંપનીની જરાપણ શક્તિ નહોતી એમ કોઈપણ કબુલ કરશે. રાજ્ય મેળવવાના નાદમાં લાગેલા અનેક મહત્વાકાંક્ષી લોકોની આવીજ ચુકે વારંવાર થાય છે. પિતાને મૂળ પાયો મજબૂત કરી છેડા પ્રદેશની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરવી, અને આજુ