________________ 636 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઉત્તર હિંદુસ્તાનને મુસલમાનોની તેમજ રજપૂત તથા બીજી હિંદુ જાતેની કંઈ પણ સહાનુભૂતિ નહોતી. બાજીરાવે આખા દેશમાં મરાઠા સ્વારી મોકલવાનું શરૂ કર્યું ત્યારથી ઉત્તરના રજપૂત લેક તેમનાથી અતિશય કાંપતા હતા. એથી ઉલટું અંગ્રેજોએ દેશી પ્રજા તરફ વિનય તથા મધુર ભાવ દર્શાવ્યાથી અંગ્રેજ અને મરાઠામાંથી જે કઈ આ દેશમાં સર્વોપરી થવાનું હોય તે અંગ્રેજો વધારે અનુકૂળ થઈ પડશે. એવો અભિપ્રાય અહીંના લેકેને થયો હતો. આ મત અંગ્રેજોને ઘણો ઉપયોગી નીવડે. કલાઈવના ઇંગ્લંડ જવા પછી બંગાળામાં જે અનેક ફેરફાર અંગ્રેજો સહેલાઈથી કરી શકયા તેનું કારણ એજ હતું. જેઓને મરાઠાને અમલ જેય નહોતે, અને જેઓ પહેલેથી જ જુલમી મુસલમાનોથી ત્રાસી ગયા હતા તે સઘળાને અંગ્રેજ અનેક રીતે અનુકૂળ પડ્યા. બંગાળામાં દરેક હિંદુ જમીનદાર અને શાહુકાર, તથા નવાબની મરજી ઉપર અવલંબી રહેલી મંડળી સિવાય બાકીના ઘણાખરા મુસલમાને તેમના મળતીઆ થયા હતા. જગતશેઠ, રામનારાયણ, સીતાપરાય, ઇત્યાદિ કર્તુત્વવાન પુરૂષનું તે વેળાનું વર્તન લક્ષમાં લેતાં ઉપલાં લખાણની સત્યતા જાહેર થાય છે. મુસલમાનોમાં થોડો ઘણો લાગવગ માત્ર અયોધ્યાના વઝીરને રહ્યો હતો. ત્રણ ચાર વખત બંગાળા ઉપર કરેલી સ્વારીમાં તેને અપયશ મળતાં તે પણ અંગ્રેજોને શરણે આવ્યો. મેગલ બાદશાહને કોઈને આધાર ન રહેવાથી તે તેમને આશ્રયે ગયો હતો. આવી સ્થિતિમાં લાઈવ ત્રીજી વખત હિંદુસ્તાન આવ્યું. પરિસ્થિતિ ઓળખી લેવાની બુદ્ધિ, તે જાણ્યા પછી પ્રસંગને અનુસાર કર્તવ્ય કરવાનો નિશ્ચય કરી તે પ્રમાણે અમલ કરવાની બહાદુરી, અને સ્વરાષ્ટ્ર તેમજ પિતાને ફાયદો મેળવી લેવાની આતુરતા, એ ત્રણ ગુણના જોર ઉપર લાઈવે અહીં આવી શું કર્યું હશે તેની કલ્પના થઈ શકશે. બંગાળાનું રાજ્ય એકદમ તાબામાં લેવાને તેને હુકમ નહોતું. એમ છતાં આવેલ મુલક હાથમાંથી જવા દેવા તે ખુશી ન હોવાથી, જાતે એ પ્રાંતને કબજે લેવાને પણ તે વિશે ઈગ્લેડથી ઠપકે નહીં આવે એવી કંઈક તજવીજ કરવાને તેણે કંઈ પ્રયત્ન કર્યો. વળી આજ લગી જે કંઈ થયું તે થયું પણ હવે પછી એકંદર નેકરમંડળનું