________________ 634 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. પ્રદેશ ઉપર આવ્યા હતા. મોગલ બાદશાહ માત્ર નામનેજ રહ્યો હતો, અને તેની સત્તાનાં ઓઠાં હેઠળ અનેક બેઈમાન અધિકારીઓ તથા મહત્વાકાંક્ષી સરદારો મરછમાં આવે તેટલે જુલમ વરસાવતા હતા, અને જે તે સ્વતંત્ર રાજ્ય સ્થાપી તેની મર્યાદા બને તેટલી લંબાવવામાં ગુંથાયેલા હતા. નિઝામે જેવી રીતે દક્ષિણમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તે માફક અયોધ્યા પ્રાંતમાં એક અફઘાન સરદારે પિતાની સત્તા બેસાડી હતી. તેણે કેટલેક વખત દિલ્હીના બાદશાહના વઝીર તરીકે કારભાર કરેલું હોવાથી તે હજી પણ પિતાને વઝીર તરીકે ઓળખાવતે હતો. ગંગા જમનાની વચમાં આવેલા હીલ ખંડ નામના મુલકનો કબજો રેહીલા અફઘાનોએ લીધો હતો. આ અફઘાનમાં નજીબખાન રેહલા મુખ્ય હતું. ભરતપુરમાં સુરજમલ જાટે સ્વતંત્ર રાજ્ય ઉભું કર્યું હતું; પંજાબમાં ગયેલા સુબેદારે ત્યાં પિતાનો અમલ બેસાડ્યો હતો. ટુંકમાં તે સમયે જેના શરીરમાં વિશેષ જુસે તથા જે. કોઈ વિશેષ પરાક્રમ કરી બતાવતું તે તરતજ આગળ આવતું. પૈસા કિંવા આંટ હોય તે બાદશાહ પાસેથી જોઈએ તે પ્રાંતને કારભાર સહજમાં મેળવી શકાતે. બાદશાહનું ફરમાન મેળવી એકાદ પ્રાંતનો કારભાર હાથમાં લેવા પછી, ત્યાંની પ્રજાને ધાકમાં રાખી તેમની પાસેથી નિયમિતપણે વસુલ એકઠું કરવાનું મુશ્કેલ કામ જે કઈ સારી રીતે બનાવી શકે તેની છાપ સર્વ કઈ ઉપર બેસતી. એથી ઉલટું જે કઈ પ્રાંતમાંને એકાદ માણસ બળવાન થઈ જાય તો તેની પહેલાનાનું કંઈ નામ નિશાન રહેતું નહીં, અને બીજાને અધિકારી જયજયકાર થતો. અંગ્રેજી રાજ્ય સ્થિર થયા પછી જમીનના હકની તપાસ કરી વસુલાતની વ્યવસ્થા ઠરાવવામાં આવી, તે વેળા પાછલી અંધાધુંધી તથા બંડખોરપણુના અવશેષ તથા પુરાવા બહાર આવ્યા તે ઉપરથી તે સમયની અરાજકર્તાની કંઈક અટકળ આપણે બાંધી શકીએ છીએ. પ્લાસીની લડાઈ પછી અંગ્રેજો પિતાની સત્તા બંગાળામાં સ્થાન પન કરતા હતા, ત્યારે બીજી તરફ મરાઠાઓ દેશના ઘણાખરા ભાગ ઉપર ફરી વળ્યા હતા. એમનાં પરાક્રમ મુસલમાને સહન ન કરી શકવાથી