________________ 137 પ્રકરણ 23 મું. ] ક્લાઈવની રાજ્યવ્યવસ્થા. લાંચી આપણું, અને વરિષ્ઠ અધિકારીઓના હુકમને બાજુએ મુકી મનમાં આવે તેવી વર્તણુક ચલાવવાની ખોટી ટેવ, એ કંપનીના કારભારના ખાસ દેષ દૂર કરવા ક્લાઈવે નિશ્ચય કર્યો. એ દેષ સત્વર નાશ કરવામાં ન આવે તે થોડા જ સમયમાં અન્ય રાજ્યોની પેઠે અંગ્રેજોનું રાજ્ય અદશ્ય થઈ જશે એમ સારી પેઠે જાણતો હતો. 3, ક્લાઈવે કરેલી વ્યવસ્થા–બંગાળા, બહાર, અને રીસા એ ત્રણે પ્રાંતને કારભાર કંપનીના તાબામાં લેવાને કલાઈવે નિશ્ચય કર્યો હતો. તેના અભિપ્રાય પ્રમાણે અગાઉ થયેલી વ્યવસ્થા બદલી નાંખી મુખ્ય હકુમત અંગ્રેજોના હાથમાં રાખવાની હતી, એટલે વસુલાત સંબંધી તેમજ લશ્કરી હકુમત સર્વથા પિતાના હાથમાં રાખી, યુદ્ધ કિંવા તહ કરવાની તેમજ લશ્કરની હીલચાલ બાબતની સઘળી સત્તા કંપનીના અમલદારેને સોંપવાને તેણે મન સાથે ઠરાવ કર્યો હતો. બાદશાહની સત્તાને અનાદર કરી ખુલ્લી રીતે સઘળા પ્રાંતને કારભાર કંપનીના હસ્તકમાં લેવાની તેને પરવાનગી નહોતી, પણ નવાબને તેના સ્થાન ઉપર બેસાડી મુકવાને હતું. બાદશાહ અને વઝીર બને અલાહબાદ હતા ત્યાં તેમને મળવા જવા સારૂ તા. 25 મી જુને કલાઈવ કલકત્તેથી નીકળ્યો. બકસરની લડાઈ પછી અયોધ્યાને ઘણેખરે મુલક અંગ્રેજોએ જીતેલે હેવાથી, બાદશાહને આશા હતી કે તેઓ તેને દિલ્હી લઈ જઈ મોગલ તખ્ત ઉપર બેસાડશે. કલાઇવ પ્રથમ મુર્શિદાબાદ ગયે, અને ત્યાંના નવાબને સમજાવી તેની પાસે બાદશાહને કારભાર કંપનીને સોંપવાની કબુલાત લીધી. અગાઉ દરેક પ્રાંતમાં નિઝામ અને દીવાન એવા બે અધિકારીઓ બાદશાહ તરફથી નીમવામાં આવતા હતા. પ્રાંતને લશ્કરી દેબસ્ત, ન્યાય, કાયદા તથા પોલીસ એ સઘળી બાબતે નિઝામને સોંપવામાં આવતી. વસૂલાતની સઘળી વ્યવસ્થા દીવાન પાસે રહેતી. એમાંથી નિઝામનાં કામો પૈકી લશ્કરી તથા દીવાની બાબતે કંપનીના તાબામાં આપી, ન્યાય તથા કાયદાની બજાવણીનું કામ નિઝામે એટલે હલના નવાબે જવું, એ પ્રમાણે ગોઠવણ કરવા કલાઈ નવાબને સૂચના કરી. તેમ કરવા નવાબ કબૂલ થયો નહીં, ત્યારે કલાઈવે