________________ 632 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તરફ અંગ્રેજ કંપનીને પિતાની આંટ જાળવી રાખવા માટે નિયમિત રકમ ઇંગ્લંડ મોકલવી પડતી હતી, અને એ નાણું ઉભું કરવા માટે બંગાળાને સઘળો સ્થાનિક વેપાર હાથ કરવાની તેને જરૂર પડી હતી. આવી રીતે એક તરફથી સઘળો વેપાર સ્વાહા કરવાથી તથા બીજી તરફ દેશના સર્વ રાજ્યકારભારની જવાબદારી પિતાને માથે હોરી લેવાથી, જે અપૂર્વ ઘોટાળે ઉત્પન્ન થયો તેથી બંગાળામાં કોઈ પણ બાબતમાં ટકી શકવાનું તેમને માટે દુર્લભ થયું. સને 1760 થી 1766 પર્વતનાં છ વર્ષમાં અંગ્રેજનાં નામ ઉપર ભયંકર અને અક્ષમ્ય ટીલી લાગી છે. તે સમયે એમની પાસે કઈ પણ બહાદૂર અને ચાલાક માણસ નહોતો, જે કોઈ હતા તે અનુભવન્ય તથા નાલાયક હતા. બંગાળાને કારભાર હાથમાં લીધા સિવાય દેશમાં વ્યવસ્થા થનાર નથી એવું સને 1759 માં લાઈવે પિટને લખી મોકલ્યું હતું, તથા એ પ્રમાણે વ્યવસ્થા ન કરવાથી ઘેટાળ ઉત્પન્ન થયા વગર રહેશે નહીં એ પણ તે સમજતા હતા. તેના ઈગ્લેંડ ગયા પછી થયેલા ગેરબંદોબસ્તનું વર્ણન અગાઉ આવી ગયું છે. તેમાં વળી કલકત્તાની કોન્સિલમાં એકવાક્યતા ન હોવાથી દરેક બાબતમાં ગુસ્સા ભરેલી તકરાર ચાલતી. હમણાં બંગાળામાં કઈ પણ જોખમદાર અધિકારી નહોતે; અંગ્રેજ ફેજ નિરનિરાળે ઠેકાણે રહી પ્રાંતનું રક્ષણ કરતી હતી, કેમકે તે ફેજને પગાર આપી રાજ્યકારભાર ચલાવવાની જવાબદારી નવાબને માથે હતી. તે બે તરફથી મુશ્કેલીમાં સપડાય હતે; હાથ હેઠળના લોકે નારાજ હતા, અને અંગ્રેજ કંપની હાંકી કહાડશે એવી તેને ધાસ્તી હતી. આ દેશમાં આવતા અંગ્રેજ લેકે બીજી ભાંજગડમાં નહીં પડતાં પિતાનું ગજવું ભરી ચાલતા થતા. જે કાઈ અહીં રહેતા, તેઓને નહીં જનસમાજની શરમ હતી, કે નહીં કાયદાની આડકાઠી નડતી. તેઓ વેપારનાં બહાના હેઠળ આખા પ્રાંતમાં મરછમાં આવે તે પ્રમાણે ખુશીથી અને વિના અડચણે લુંટ ચલાવતા. ધનતૃષ્ણ અને તે પૂર્ણ કરવાને સુલભ ઉપાય નજદીક * Sir Alfred Lyall,