________________ 14 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. નહીં. દેશી લેકેની કંઈ કિમત જ નહીં હોય એમ તેઓએ જણુવ્યું કે “અમે એક પે પણ જકાત આપનાર નથી. અમારા ઉપર જકાત નાંખનાર નવાબ કાણું થાય છે?” અહીં નવાબે નકકી થયેલો ઠરાવ રાજ્યમાં જાહેર કરી તે અમલમાં લાવવા વિષે સખત હુકમ છોડ્યા, પણ એક મહિનામાંજ તે સમજી ગયો કે કલકત્તા કન્સિલે તે કરાર મંજુર રાખે નહીં. આથી નવાબે તરતજ નિશ્ચય કરી સઘળા પ્રાંતમાં સર્વને જકાતની માફી બક્ષિ, કારણ કે તેને લાગ્યું કે “આપણું સર્વસ્વ નુકસાન થાય તે ખમાય, પણ આ રીતે મહેણું બંધ કરી મુગે માર નહીં જોઈએ.’ આ કંટાના મૂળમાંજ ઉભય પક્ષને સાલનારું એક તત્વ દાખલ થયું હતું. નવાબ પિતાને બંગાળાનો સ્વતંત્ર અધિકારી સમજાતે હતા, અને ઘણું થાય તે પિતાના ઉપર બાદશાહની હકુમત ચાલે એમ ઈચ્છતે. એથી ઉલટું અંગ્રેજોને એમ લાગતું કે નવાબને તેમણે અધિકાર ઉપર બેસાડેલ હેવાથી તેણે તેમના હુકમમાં રહેવું જોઈએ. આવી સ્થિતિમાં સર્વને માટે નવાબે જકાત માફ કર્યાનું સાંભળી કલકત્તા કન્સિલને પગથી માથા સુધી ગુસ્સો લાગ્યું. અને તેણે જાહેર કર્યું કે “આવી માફી આપવાને તેને અધિકાર નથી, અને એમ કરી તેણે અમને ખુલ્લી રીતે યુદ્ધ કરવા આમંત્રણ કર્યું છે.” વૉન્સિટાર્ટ સિલને એકદમ આટલી ઉતાવળ નહીં કરવાને આગ્રહ ધરવાથી તેણે નવાબ સાથે ભાંજગડ કરવા માટે બે માણસને માંગીર મોકલ્યાં. એમાંને અમિઆટ ઘણો ચાલાક તથા હિમતવાન ગૃહસ્થ હતે. મોંગીરમાં આવી લાગતાં તેમને માલમ પડયું કે નવાબ પિતાને હુકમ પાછો ખેંચી લેવા તૈયાર નહોતે. તેનું કહેવું એવું હતું કે, “ભાંજગડ કરવા સરખું આ બાબતમાં કંઈ નથી; મેં કરેલે હુકમ યથાયોગ્ય છે.' એમ છતાં તેણે અંગ્રેજ વકીલેનો ભારે માનથી સત્કાર કર્યો, અને તેમને મીજબાની તથા બક્ષિસ આપી. સુરાજ-ઉદ-દૌલાના સમયને બનાવ સ્મરણમાં રાખી, કદાચ તેઓ પોતાના અધિકારીઓ સાથે ગુપ્ત રીતે મળી જાય એ હકથી નવાબે તેમના ઉપર સખત તપાસ રાખી, વળી જગતશેઠના બે સગાઓને પકડી તેણે મગર મેકલ્યા, અને હમણાની સર્વ