________________ 624 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. અને અંગ્રેજો વચ્ચે અણબનાવ થવાની ખબર આવવાથી કંપનીના ભંડેરળમાં શેર લેનારા લોકોનાં મન અવ્યવસ્થિત થયાં. મીરકાસમને દાવ ખરો હતા, અને તે ઘણો શૂરવીર તથા ચાલાક હેવાથી બંગાળામાં અંગ્રેજે ટકી શકે છે કે નહીં એવી ચિંતા ક્ષણભર ઉત્પન્ન થઈ. અડચણને પ્રસંગે ત્વરાથી નિશ્ચય કરી ગ્ય પુરૂષને વ્યવસ્થા કરવાનું કામ સોંપવાને અંગ્રેજોને સામાન્ય વહિવટ અનેક વેળા દેખાઈ આવે છે તે પ્રમાણે આ પ્રસંગે કંપનીના ભાગીદારએ, પાર્લામેન્ટના સભાસદોએ, અને સામાન્ય લોકે સુદ્ધાં તરતજ લાઈવ તરફ આંગળી કરી. ડાયરેકટરોએ વિના ઘોંધાટે તેની જાગીર તેને પાછી આપી તથા હિંદુસ્તાનના કારભારને સંપૂર્ણ હક બક્ષિ તેને હિંદ પાછા જવાની વિનંતિ કરવાનો ઠરાવ કર્યો. તે અહીં આવવાને ઘણે ખુશી નહોતું. તેને સઘળો આધાર હાથ હેઠળના કેટલાક શુરવીર સિપાઈઓ ઉપર હતો. કર્નલ ફર્ડ અને કૅલિઆડ તેમજ બીજા ઓએ અનેક પરાક્રમો કરવાથી હિંદુસ્તાનમાં અંગ્રેજો સરસાઈ ભગવતા થયા હતા. આવાં માણસોને ઉત્તેજન આપી આગળ વધારે આપવા માટે કલાઈવે ઇગ્લેંડ સિફારસ લખી મોકલી હતી, છતાં તે તરફ કોઈએ લક્ષ આપ્યું નહોતું. આથી કંપનીનાં લશ્કરમાંનાં ઘણું ખરાં માણસ નારાજ થયાં હતાં, અને લશ્કરી લેકની મદદ સિવાય ગમે તેવું કામ પાર પડવાનું રહેતું એ લાઈવ જાણતે હતે. એમ છતાં સુલીવાનને અધ્યક્ષપણાં ઉપરથી દૂર કરવામાં આવે તે હિંદુસ્તાન જવાનું તેણે કબૂલ કર્યું. તે પ્રમાણે કંપનીએ સુલીવાનને કારભાર ઉપરથી ઉઠાડે, અને કલાઈવની જાગીર દસ વર્ષ લગી તેની પાસે રહેવા દેવાને ઠરાવ કર્યો. “બંગાળાના ગવર્નર, પ્રેસિડેન્ટ અને કમાન્ડર-ઇન-ચીફને અધિકાર આપી તથા બીજા ચાર માણસોની એક સિલેક્ટ કમિટી નીમી કંપનીએ કલાઈવને અહીં મોકલ્યો. બંગાળામાંની કન્સિલનો અધિકાર છીનવી લઈ ગ્ય જણાય તે વહિવટ કરવાને આ સિલેકટ કમિટીને પૂર્ણ સત્તા આપવામાં આવી હતી. આવી તૈયારીથી તા. 4 થી જુન, 1764 ને દીને કલાઈવ આ દેશમાં આવવા ઇંગ્લેડથી નીકળે તે તા. 3 જી મે, 1765 ને રોજે કલકત્ત આવી પહોંચ્યો.