________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. ન્યુટના પ્રધાન મંડળ વિરૂદ્ધ તે ઘણે સખત હતે. વળી તે ગ્રેવૂિલને અનુયાયી હોવાથી એના લાગવગથી પ્રેન્વિલના પક્ષને ઘણું મજબૂતી મળી. એ વેળા ડાયરેકટરેની કોઈને અધ્યક્ષ લૈરેન્સ સુલીવાન હૈ ન્યુટના પક્ષને હતે. હિંદુસ્તાનમાં પુષ્કળ દિવસ રહ્યા બાદ તે સને 1758 માં કંપનીને પ્રેસિડન્ટ થયો હતો. સ્વભાવે નિસ્પૃહી અને પિતાને અભિપ્રાય ખુલ્લી રીતે દેખાડનારે હોવાથી તે લેકેને સામાન્ય રીતે પસંદ પડતે નહીં. દરેક બાબત ઉપર લાંબો વિચાર કરી સર્વના હિતની વ્યવસ્થા કરવા માટે તે આગ્રહી હતે. લાસીની લડાઈ પછી કંપનીના કારભારમાં જે અવ્યવસ્થા ઉત્પન્ન થઈ તે દૂર કરી તેને યોગ્ય રીતી ઉપર મુકવાને તેણે મથન કર્યું હતું. હિંદુસ્તાનની દરેક બાબતનું તેને સારું જ્ઞાન હોવાથી તેની આગળ કોઈની લટપટ ચાલતી નહીં. તેણે “યુદ્ધની ગુપ્ત કમિટી” એ નામે એક નવું મંડળ સ્થાપ્યું હતું. હિંદમાંના સઘળા મેટા મેટા અધિકારીઓ સાથે તેને પત્રવ્યવહાર ચાલુ હોવાથી તે પ્રત્યેક બાબત ઉપર આગ્રહી હુકમ મોકલો. જોકે તેની મહેરબાની મેળવવા માટે આતુર હતા, અને તેના ઠપકાની તેમને વ્હીક હતી. એકંદર સુલીવાને કંપનીના વહિવટમાં પિતાનું નામ પ્રસિદ્ધિમાં આપ્યું છે. આરંભમાં તેની અને લાઈવ વચ્ચે સારી મિત્રાચારી હતી, પણ બન્ને સરખી રીતે કર્તુત્વવાન અને આગ્રહી હોવાથી તે લાંબે વખત ટકી નહીં. ક્લાઈવની જાગીર સંબંધી, તેમજ બીજી અનેક બાબતમાં જે કંટા પાછળથી ઉત્પન્ન થયા તે ઘણુંખરા સુલીવાને ઉશ્કેર્યા હતા. સને ૧૭૭ર માં કંપનીના કારભાર બાબત થયેલી ભાંજગડમાં મુખ્ય ભાગ તેણેજ લીધે હતો. સને 1763 માં લૉર્ડ બ્યુટનું પ્રધાનમંડળ સત્તા ઉપરથી ઉતરતાં પ્રેન્વિલ મુખ્ય પ્રધાન થયે, ત્યારે કલાઈવે સુલીવાનને ઉતારી પાડવા માટે ઘણી મહેનત કરી, પણ તેમાં તેને યશ મળે નહીં. સુલીવાન ફરીથી દ્ધા ઉપર આવતાં કલાઈવ ઉપર વેર લેવા માટે તેની જાગીર છીનવી લેવાને ઉદ્યોગ તેણે આરંભ્યો. આટલે લગી વાત આવનાં બન્ને વચ્ચે ચકમક ઉડવાની અણી પર મામલો આવ્યો હતો એટલામાં મીરકાસમ