________________ 128 હિંદુસ્તાનનો અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. કંઈપણ પ્રયજન નહોતું. એમ છતાં મીરકાસમને ગાદી સોંપ્યા પછી તેની સાથે કરેલ ટે તદન અપ્રયોજક અને અન્યાયી હતીઅગાઉ બનાવ ગમે તે હતું છતાં ફરીથી થોડા જ વખતમાં નવા નવાબને ગાદીએ બેસાડવાની ઉતાવળ કરવાનું શું પ્રયોજન હતું ? નવાબગિરી લીલામથી વેચી ઉત્પન્ન થયેલી રકમ ખીસામાંજ નાંખવા સિવાય બીજું કંઈ કામ હતું?” કલાઇવને ચાંપીને ઉત્તર આપવાની કોઈએ હિંમત કરી નહીં. તેને ઉત્તર સાંભળવાજ નહોતે. ૭આ રાજકાન્તિનાં પ્રત્યક્ષ પરીણામ–પ્લાસીની લડાઈમાં અંગ્રેજોને ઉપક્રમ પાર પડતાં તેમની ધનતૃષ્ણ એટલી તે તીવ્ર થઈ કે તે આવેશમાં તેઓ ઉપરાચાપરી રાજ્યકાનિત કરવા લાગ્યા. એક નવાબને ઉઠાડી બીજા નવાબને તેની જગ્યાએ સ્થાપન કરવાને જાણે તેઓએ વેપારજ ચલાવ્યું. મીરજાફર પાસેથી વધારે ધન પ્રાપ્ત કરવાની આશા દેખાઈ નહીં ત્યારે ત્રણ વર્ષમાં તેને કહાડી મુકી મીરકાસમને તેમણે નવાબ બનાવ્યા, અને મીરજાફરને કલકત્તે લાવી રાખે. મીરકાસમ સાથે તા. 27 મી સપ્ટેમ્બર 1760 ને રોજે થયેલાં પહેલાં તહનામાની રૂએ સુમારે સાઠ લાખની વાર્ષિક ઉત્પન્નનાં બરહાન, ચિતાગાગ અને મદનાપૂરનાં ત્રણ પરગણાં કંપનીએ લીધાં, અને શાહજાદાને બંગાળામાં રહેવા દેવો નહીં એવી એક ખાસ કલમ તેમાં દાખલ કરી. મીરકાસમ પણ અંગ્રેજોને થોડાજ વખતમાં અપ્રિય થયા. સ્વતંત્ર થવાની તેની ઈચ્છા દેખાઈ આવતાં તેને ગાદીએથી ઉઠાડી મુકવાને ઉદ્યોગ તેમણે આરંભે. પરંતુ તે ઘણે દ્રઢ અને અભિમાની હેવાથી યુદ્ધ કર્યા સિવાય એ કામ પાર પડયું નહીં. તેને લડાઈમાં હરાવી ફરીથી મીરજાફરને અંગ્રેજોએ નવાબ બનાવ્યું. તરતજ બે તહ નવાં થયાં, એક તા. 10 મી જુલાઈ, ૧૭૬૩નું અને બીજું તા. 16 મી સપ્ટેમ્બર 1764 નું. આ તહની રૂએ પૂર્વ બક્ષિસ થયેલા સઘળા હક કાયમ થયા, નવાબ અંગ્રેજોને વધુ તાબેદાર થયો, અને કંપનીએ પિતાના એક અમલદારને જાશુકને તે દરબારમાં ગોઠવી દીધો. આથી દરબારની હીલચાલ અંગ્રેજોને જાણવામાં આવતાં તેના ઉપર તેમનું