Book Title: Hindusthanno Arvachin Itihas Part 03
Author(s): Champaklal Lalbhai Mehta
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 646
________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. ર૯ સખત દબાણ ચાલ્યું. મીરજાફર તા. 5 મી ફેબ્રુઆરી ૧૭૬પને દીને મરણું પામ્યો ત્યારે ભવિષ્યની ગોઠવણ કરવામાં નવાબના હાથપગ વધારેજ બાંધી લેવાનો તેમણે પ્રયત્ન કર્યો. આ કામ માટે કલકત્તેથી એક કમિશન મુર્શિદાબાદ ગયું, અને તેણે મીરજાફરના વડીલ પુત્ર નજમ-ઉદ-દૌલાને નવાબ બનાવ્યું. પિતાના વખતના સઘળા જુના મોટા મોટા કામદાર તથા સલાહકારોને તેને કહાડી મુકવા પડયા, અને તેમને બદલે અંગ્રેજોએ પિતાની તરફના બીજા અમલદાર નીમી આપ્યા. મુખ્ય દીવાનને તેમણે કેદ કરી કલકત રવાના કર્યો. પરંતુ આ સઘળી ગઠવણથી નવાબની સઘળી સ્વતંત્રાને નાશ થે, તેના હાથમાં કેજ રહી નહીં, અને પિતાના અમલદારે નીમવાની પણ સત્તા તેની પાસેથી જતી રહી. આ તહનામું તા. 25 મી ફેબ્રુઆરી ૧૭૬પ ને રોજે થયું તે અવશ્ય વાંચવા જેવું છે. આવી રીતે નવાબની ગાદી ઉપર નવી નિમણુંક કરતી વેળા દર ખૂપે અંગ્રેજ અધિકારીઓએ નવાબ પાસેથી બને તેટલા પૈસા કહેડાવ્યા હતા. આટલું થઈ ગયા પછી લાઈવ હિંદુસ્તાન આવી પહોંચ્યો. તેણે આ નવાબગિરી બાબતને આખો સવાલ પુનઃ ઉપાડી નો ઉપયાય શરૂ કર્યો. અગાઉ થયેલા સઘળા કરારે હરેક રીતે કાયદેસર હોવાથી તે બાજુએ મુકવાની અગર રદ કરવાની વાત લાઈવની મરજીની નહોતી. તથાપિ પિતાને યોગ્ય લાગે તે કરવાને તેને અધિકાર હેય એવી રીતે તેણે આ ઉપક્રમ ઉપાડે હતે. જુલાઈ 1765 માં એણે નજમ–ઉદ-દૌલાને નવાબપદ ઉપરથી ઉઠાડી તેને વાર્ષિક ત્રેપન લાખની નિમણુંક કરી આપી, અને બાદશાહ પાસેથી દિવાની મેળવી તેને દરસાલ છવીસ લાખ આપવાનો ઠરાવ કર્યો. એ ઠરાવ કેટલો અન્યાયી છે તે વાંચવાથી સહજ માલમ પડે છે. તે બદલ પ્રત્યક્ષ કલાઈવનાજ એવા ઉદ્ગાર છે કે, “અત્યાર લગી નવાબ ઉપર બીન હરકતે અનેક તરેહને જુલમ ગુજારવાથી આપણે લોભ અનહદ વધે છે, એમ તેને લાગ્યા વિના રહેશે નહીં. તેના ઉપર આપણે હમેશને ધાક રહેશે તે જ તે આપણું સાથે નમ્ર રીતે વર્તશે. બંગાળાના સઘળા નવાબેએ તેમજ આર્કટના નવાબે પણ આપણી સત્તા ઉરાડી મુકવા

Loading...

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722