________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 27 હુકમ કલકત્તામાંના અમલદારોએ છુપાવી રાખે, અને નવા નવાબ પાસે અઢળક નાણું કહેડાવ્યું. કલાઈવે તેમને પુછયું ત્યારે પૈસા લેવાનું મેરી શેખાઇથી કબૂલ કરતાં તેમને શરમ લાગી નહીં. આ પૈસા તેઓએ લીધા તેમણેજ આઠ ટકાને વ્યાજે કંપનીને રકમ ધરી હતી. એ બાબત ખાસ નવાઈ એજ હતી કે નેકરેએ બક્ષિસ તરીકે પૈસા કહેડાવવા અને તેજ પૈસા જબર વ્યાજે કંપનીને કરજે આપવા. પણ કલાઈવ વૅન્સિટાર્ટની માફક સહજમાં દબાઈ જાય તે નહતો. પહેલે જ દિવસે કન્સિલની બેઠકમાં સભાસદોએ મળતાંજ કુતક ચલાવવા માંડ્યાં એટલે “તમે સર્વ રીતે મુખત્યાર છે” એમ ક્લાઈવે તેમને સ્પષ્ટપણે જણાવ્યું. એ પછી તરત જ તેણે પિતાની સિલેકટ કમિટીની સ્થાપના કરી, અને અગાઉની કન્સિલ તહકુબ રાખી. આ કમિટીમાં કાબેંક, હરસ્ટ, સાઈકસ અને સખ્તર એ બીજા બે વિશેષ કર્તૃત્વવાન ન હોવાથી લાઈવ પિતાનું ધાર્યું કર્યો ગયો. પ્રથમમાં નવીન નવાબને ગાદીએ બેસાડતાં લેવાયેલી લાંચને પ્રશ્ન નીકળ્યો. મીરજાફરને ગાદીએ બેસાડતાં તમે જે કર્યું હતું તે કરતાં વધારે ખરાબ અમે કર્યું નથી.” ક્લાઈવે જવાબ આપ્યો કે “તે વેળા તે વાત કાયદેસર હતી, પણ હવે કાયદાની રૂએ તેને અટકાવ કરવામાં આવ્યો છે. વળી તે સમયે બંગાળામાં અસીમ દેલત હતી, પણ હવે આખે દેશ દિન અવસ્થામાં આવી પડ્યો છે. નવાબ પાસેથી વારંવાર લાંચ લઈ આપણેજ લકોને અવદશામાં ઉતાર્યા છે. વળી, સુરાજ-ઉદ-દૈલાને ગાદીએથી ઉઠાડી તેની જગ્યાએ મીરજાફરને બેસાડવાનું કામ આ દેશના વત્નીઓએ કર્યું હતું, અને અંગ્રેજોએ માત્ર છુપી રીતે તેમને મદદ કરી હતી, પણ હમણાનું કામ પિતાનું જ હોય એમ અંગ્રેજોએ ખુલ્લી રીતે વર્યો છે. છેવટનું આ વચન કહાડતાં કલાઈવને અમીચંદ કેમ યાદ આવ્યા નહીં તે સમજાતું નથી. તેણે વળી એમ કહ્યું કે “મીરજાફરને પદભ્રષ્ટ કરી મીરકાસમને નવાબ બનાવવાનું