________________ પ્રકરણ 22 મું. ] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 25 દસ્પેન્સરે કરેલી નવા નવાબની નિમણુંક–કલકત્તે આવતાં ક્લાઈવ માર્ગમાં થોડા દિવસ મદ્રાસમાં થોભે હતા. અહીં તેને મીરકાસમને પરાજય થયાની, મીરજાફર મરણ પામ્યાની તથા સુજા-ઉદ-દૌલા અંગ્રેજોને શરણે આવ્યાની ખબર મળી. આ ઉપરથી હવે પછી બંગાળાની શી વ્યવસ્થા કરવી તે વિષે મદ્રાસથી કલકત્ત જતાં વાટમાં તેણે નક્કી વિચાર કરી રાખ્યા. કલકત્તા ઉતરતાં જ અંગ્રેજોનું નામ જ્યાં ત્યાં હલકું પડી ગયેલું તેને માલમ પડયું. સર્વ પ્રકારની અડચણોથી તથા કલકત્તા કેન્સિલની પૈસા માટેની ચાંપતી ઉઘરાણીથી મીરજાફર અકળાઈ ગયો હતો. લાસીની લડાઈ અગાઉ પિતાના શેઠ તરફ બેઈમાન થઈ તેણે અંગ્રેજોની મૈત્રી સંપાદન કરી, પણ તેથી તેને કંઈ પણ ફાયદો ન થતાં સર્વત્ર તેની બેઆબરૂ થઈ, અને અનેક સંકટો તેના ઉપર આવી પડ્યાં તે જુદાં. આખરે મીરકાસમને ગાદીએથી ઉઠાડી ફરીથી તેણે અંગ્રેજો સાથે નવા કરાર કરી અનાયાસે જતી રહેલી નવાબગિરી પિતાને માથે હેરી લીધી તેથી પણ તેનું માન ઘટી ગયું. અંગ્રેજોના બંગાળામાં દાખલ થવા પહેલાં જે પ્રાંત ધનાઢય અને સુખી હેવા ઉપરાંત મોગલ બાદશાહીના મુખ્ય આધાર સ્થંભ તરીકે જાણીત હતે તેની છેલ્લાં આઠ વર્ષમાં ભયંકર દુર્દશા થયેલી જોઈ સઘળા લેકેએ મીરજાફરને તે માટે જોખમદાર ગણું ઠપકો આપે ત્યારે જીવવા કરતાં મરવું બહેતર છે એમ તેને લાગ્યું! મીરજાફર મરણ પામે ત્યારે પૈસા ઓકાવવાની ફરીથી તક પ્રાપ્ત થઈ હોય એમ કલકત્તાના અંગ્રેજોને લાગ્યું. અહીંની યોગ્ય વ્યવસ્થા કરવા માટે પૂર્ણ અધિકાર સહિત લાઈવના આવવાની તેમને ખબર હતી. વળી ‘નો નવાબ નહીં નીમતાં બંગાળાની દીવાની એટલે વસુલાતની સઘળી વ્યવસ્થા તમે તમારા તાબામાં લે’ એ પ્રમાણે બાદશાહ આગ્રહપૂર્વક અંગ્રેજોને કહેતે હતો, અને મીરજાફરના કુટુંબને બંગાળાની ગાદી ઉપરથી દૂર રાખવા સમજાવતા હતા. આ હકીકતમાં નવો નવાબ નીમવા કંઈ પણ ઉતાવળ નહોતી. એ નિમણુક કર્યા વિના આખા પ્રાંતની દીવાની અંગ્રેજોએ હાથ કરી હતી તે લેકેને હેરાન કરનારા બે પક્ષ પૈકી એક