________________ 626 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. કમી થાત, પણ એમ ઉતાવળ કર્યા વિના ખીસાં કેમ ભરાય? આથી કલાઈવના આવવા અગાઉ કેન્સિલે ન નવાબ બેસાડવાનું કામ ભારે ઉતાવળમાં આટોપી લીધું. ગાદી માટે મીરજાફરને અઢાર વર્ષની વયને નજમ-ઉદ-દૌલા નામનો પુત્ર તથા તેના સગા મીરાનને છ વર્ષને પુત્ર એમ બે હકદાર હતા. પૂર્વ વહિવટને અનુસરી એ નિમણુક કલકત્તા કેન્સિલેજ કરવાની હતી. સ્પેન્સર કૌન્સિલને પ્રેસિડન્ટ હતું, અને તેની સાથે બીજા પંદર સભાસદ હતા. એ સર્વનું લક્ષ ફક્ત એક જ વાત એટલે, પૈસા મેળવવા તરફ હતું; બંગાળ પ્રાંતના રાજ્યકારભારની પરવા કાઈજ નહોતી. આ હકીકત છ વર્ષના છોકરાને ગાદીએ બેસાડવામાં આવે તે તેની પાસેથી બક્ષિસ કેવી રીતે કહેડાવી શકાય ? ઉલટું તે વચે આવે ત્યાં સુધી તેને કારભાર સંભાળવો પડે અને પૈએ પૈને હિસાબ આપવો પડે (Mill). આથી અઢાર વર્ષને નજમ-ઉદ-દૌલાને નવાબ બનાવવામાં આવે તેજ આપણું કાર્ય થાય એમ મનમાં વિચાર કરી કૌન્સિલે તેને જ ગાદી ઉપર બેસાડ્યા. મીરજાફર સાથે કલાઈ નવાબપદ માટે ગુપ્ત ઠરાવ કર્યો ત્યારે અમીચંદ સરખા દેશી મધ્યસ્થી તેને જરૂર લાગી હતી; પણ તે પછીનાં સાત વર્ષમાં આવી દરમિયાનગિરીનાં કામમાં અંગ્રેજો જાતે ઘણુંજ નિપુણ થયા હતા. જૉન્સ્ટન નામને એક ગૃહસ્થ કૌન્સિલમાં હતું, તેના ભાઈએ નજમઉદ-દૌલા સાથે કરાર કરી સઘળી બાબતને નિકાલ કર્યો. નજમ-ઉદદૌલાને કારભારી મહમદ રીઝાખાન ઘણે હોંશીઆર અને પ્રસંગનુસાર વર્તનાર હતું. આ મહમદ રીઝાખાન સાથે જોન્સ્ટને મસલત ચલાવી કરારની સર કરી તે નવાબ થયો. નવીન નવાબે એકંદર વીસ લાખ રૂપીઆ જુદા જુદા અંગ્રેજોને બક્ષિસ આપવા, અને સઘળે કારભાર મહમદ રીઝાખાને ચલાવે એમ ઠરાવ થયો. તા. 25 મી ફેબ્રુઆરીએ ઠરાવ પૂર્ણ થઈ અમલમાં આવતાં નજમા-ઉદ-દૌલાએ સુબાગિરી ધારણ કરી. આ વ્યવસ્થા થયેલી જોઈ લાઈવને અતિશય ગુસ્સો ઉપ. મીરજાફરના મરણના તેર દિવસ અગાઉ ઇંગ્લેડથી એ હુકમ આવ્યો હતો, કે કંપનીના કરો પૈકી કોઈએ નજરાણું અથવા બક્ષિસ લેવાં નહીં. આ