________________ 622 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. તેણે માર્ગમાં જ કરવા માંડ્યું હતું. સ્વદેશ પાછા ફરતાં ઑર્ડની પદવી મેળવવાની તેને અપેક્ષા થઈ હતી, પણ તે તરત ફળીભૂત થઈ નહીં. રાજાએ તથા ડાયરેકટરોએ તેને સારે સત્કાર કર્યો ખરે, તો પણ તેણે મોકલેલા કેટલાક પત્રમાંની ભાષા માટે પ્રધાન મંડળ તેમજ ડાયરેકટરે ખરેખર ગુસ્સે થયા હતા. ઘણે કાળ વિત્યાબાદ તેને આયરલંડના એક લૈર્ડની પદવી મળી, પણ તેથી તેને હાઉસ ઑફ લેડર્સમાં બેસવાને હક પ્રાપ્ત થશે નહીં. હિંદુસ્તાનમાંથી નીકળ્યા પૂર્વે લાઈવે બે પત્ર ઇંગ્લંડ મોકલ્યા હતા, તેમને એક ડાયરેકટરની કોર્ટ ઉપર હતું, અને બીજો મુખ્ય પ્રધાન પિટ માટે હતે. એ બેઉમાં બંગાળામાં ઉત્પન્ન થયેલા ઘેટાળાનું વર્ણન આપવામાં આવ્યું હતું, અને વિશેષમાં દેશી સત્તાધીશેના કારભારને અંત આવેલ હોવાથી હવે આખા બંગાળ પ્રાંતનું રાજ્ય ઈંગ્લંડના રાજાએ એકદમ પિતાના હાથમાં લેવું જોઈએ એવી સૂચના કરવામાં આવી હતી. આને એક રીતે એવો અર્થ થતું હતું કે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના અધિકારીઓ અહીંને કારભાર ચલાવવાને નાલાયક તથા અસમર્થ હતા. આ કારણથી સઘળા ડાયરેક્ટર ક્લાઈવે ઉપર ચીરડાઈ ગયા. હિંદુસ્તાનનાં રાજ્યની મટી જોખમદારી હોરી લેવા પિટ તૈયાર નહોતે. કદાચિત તેમ કરવાથી પુષ્કળ મુશ્કેલીઓ દૂર થાત, પણ એ વિચાર સંપૂર્ણ રીતે ફળીભૂત થવામાં હજી સે વર્ષને વિલંબ હતે. ટુંકમાં કલાઈવના પત્રનું વિપરીત પરિણામ આવતાં તેની વિરૂદ્ધ વજનદાર લેકનાં મન ઉશ્કેરાઈ ગયાં હતાં. ડાયરેકટરોએ કલકત્તે એવો સ્પષ્ટ હુકમ મોકલ્યો હતો કે એને મળેલી જાગીર ઉપર તેને કંઈ પણ ખાસ હક ન હોવાથી ભવિષ્યમાં તેનું ઉત્પન્ન તેને ન આપતાં આજ પર્યત તેને પહોંચેલી રકમ પરત લેવાની તજવીજ કરવી. આ માટે ક્લાઈવે કંપની ઉપર ન્યાયની અદાલતમાં ફરીઆદ કરી, અને એ બાબત આગળ ઘણી લંબાઈ હેત, પણ બંગાળામાં ગડબડાટ શરૂ થતાં ત્યાંને બદબસ્ત કરવા માટે એને ફરીથી હિંદુસ્તાન મોકલવાને ડાયરેક્ટરોએ વિચાર ચલાવ્યું. આથી કેટલાક દિવસ પછી તેમને કલાઈવની પુઠ છોડી દેવી પડી. સને 1761 માં તેણે હાઉસ ઑફ કૉમન્સમાં પ્રવેશ કર્યો ત્યારે લઈ