________________ 120 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. હવાલે કરી દેશે એમ તેની જાણમાં આવતાં તે કેટલુંક લશ્કર ભેગું કરી ભરતપૂરને જાટ રાજા પાસે ગયો અને ત્યાં નોકરીએ રહ્યો. અહીં લાંબો વખત તેને ફાવ્યું નહીં, એટલે તે વખતે દિલ્હીમાં કારભાર ચલાવતા રેહીલા સરદાર નજીબ-ઉદ-દૌલા પાસે જઈ તેણે બાદશાહની નોકરી સ્વીકારી. અહીં તેણે એક વેશ્યા સાથે લગ્ન કર્યો. એ બાઈ આગળ જતાં બેગમ સમરૂને નામે પ્રસિદ્ધિમાં આવી. બાદશાહની નોકરીમાં સમરૂ ઘણો આબાદ થયે, તેણે પુષ્કળ સંપત્તિ મેળવી અને તેને સિરાણું પ્રાંતની જાગીર પ્રાપ્ત થઈ. સને 1778 માં તેનું મરણ થતાં તેની સઘળી દેલત અને જાગીર બેગમ સમરૂને મળી. 4. રાજા સીતાપરાય –આજ અરસામાં રાજા સતાપરાય નામને એક હિંદુ ગ્રહસ્થ પ્રસિદ્ધિમાં આવ્યું. તે પ્રથમ દિલ્હીમાં કારકુની કરતે હ, પણ ધૂર્તતા તથા વિશાળ અને ચાલાક બુદ્ધિને લીધે જુદા જુદા પક્ષે વચ્ચે ભાંજગડ તથા વકીલાત કરવાનું કામ સ્વીકારી તે યોગ્ય પદવીએ ચડ્યા. આવા ગુણવાળા અનેક હિંદુ ગ્રહ મુસલમાનોના ત્રાસમાંથી મુક્ત થઈ આ ધામધુમીના વખતમાં જાતિ અક્કલથી પ્રસિદ્ધિમાં આવતા હતા. અંગ્રેજોની ધર્તતાથી ચકિત થઈ તેઓને મદદ કરવાને સીતાપરાયે ઠરાવ કર્યો. પ્રસંગાનુસાર તેમણે એને રાજાને ખીતાબ આપી સુજા-ઉદ-દૌલા સાથે તહના કેલકરાર કરવા માટે મોકલ્યો હતે. વઝીરના પક્ષમાં બનારસને રાજા બળવંતસિંગ કરીને તે તેને તે પક્ષમાંથી લલચાવી સીતાપરાયે અંગ્રેજોને મિત્ર બનાવ્યા. બળવંતસિંગની માફક વઝીરના પ્રદેશમાં જે મોટા મોટા હિંદુ જમીનદારે હતા તે સર્વનાં મન મનાવી તેમને ધીમે ધીમે અંગ્રેજોના પક્ષમાં તે આણવા લાગ્યો. આવી ખટપટને લીધે અંગ્રેજોને તે ઘણા પ્રિય થઈ પડશે. તેનીજ સલાહથી તેમણે વઝીરના મુલકને મોટે ભાગ કબજે લઈ તે ઉપર પિતાના અધિકારીઓ નીમ્યા, અને તેનો સઘળો કારભાર સીતાપરાય તથા બળવંતસિંગને સોંપે. એમ છતાં નવાબ તથા વઝીરના અંગ્રેજો સાથેના કેલકરાર નક્કી નહીં થવાથી તેમણે મરાઠા અને રેહીલાની મદદ મેળવી. રેહલા પ્રત્યક્ષ લડાઈમાં સામેલ થયા નહીં, પણ મરાઠા સરદાર મલ્હારરાવે