________________ 628 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કુટુંબ સહિત તેણે ઠાર માર્યા. અંગ્રેજ ફોજ ત્વરાથી ગીર તરફ આવતી હતી તેવામાં માર્ગમાં રાજમહાલના ડુંગરમાં ઉધનવા નામના નાળા આગળ બીજી એક ઝનુની લડાઈ થઈ અને તેમાં પણ તેને વિજય મળે. આગળ વધતાં મગર શહેર અંગ્રેજોના હાથમાં આવ્યું, પણ તેઓ અહીં આવી લાગે તે અગાઉ સઘળા અંગ્રેજ કેદીઓને સાથે લઈ મીરકાસમ પટના તરફ ઉપડી ગયે. અહીં માંગીર પડવાની ખબર મળતાં વારજ સઘળા અંગ્રેજ કેદીઓને ઠાર મારવાને તેણે સમરૂને હુકમ કર્યો. આ કેદીઓને પટનામાં અલિવદના ભાઈ હાજી મહમદના વચમાં એકવાળા મોટા વાડામાં રાખવામાં આવ્યા હતા. તેમની પાસે જમવાના છરી કાંટા હતા તે મીજબાની સારૂ જઈએ છીએ એમ ભૂલથાપ આપી સમરૂ તેમની પાસેથી કહેડાવી લઈ ગયો. બીજે દીને નવાબનાં લશ્કરે વાડાને ઘેરે ઘાલ્યો. એલીસ, હે અને લ્યુશિંગટન એ ત્રણ જણને સમરૂએ પ્રથમ બહાર બોલાવ્યા. તેઓ બહાર આવતાં જ તેમનું ખુન થયું. એ પછી નવાબના સિપાઈઓ છાપરા ઉપર ચડી ગયા, અને તેઓએ અંદરના લકે ઉપર ગોળીને વરસાદ વરસાવવા માંડ્યો. કેદીઓએ જે હાથમાં આવ્યું તે સિપાઈઓના ઉપર નાંખી લડાઈ શરૂ કરી, ત્યારે એ હથીઆર વિનાના લેકે ઉપર ગેળીબાર કરવાનું નવાબના સિપાઈએ ના પાડી, અને જણાવ્યું કે “અમે સિપાઈ છીએ, ખુની નથી.” એ સાંભળી સમરૂને ગુસ્સો આવ્યો, અને તેણે પિતાને હાથે મુખ્ય મુખ્ય તકરારી માણસને ને મારી નાંખ્યા. આથી બાકીનાઓ દબાઈ ગયા, અને તેમણે નિઃશસ્ત્રી અંગ્રેજ કેદીઓ ઉપર ગેળા છોડી સર્વને પ્રાણ લીધે ( તા. 5 અકબર, 1763). આ કતલમાં સુમારે દેજો માણસોનો વધ થયે, તેથી કલકત્તાની અંધારી કોટડીના બનાવ કરતાં આ બનાવે વધારે શેચનીય છે, આવાં કર કૃત્યથી અંગ્રેજો શરણે આવશે એવી નવાબને આશા હતી, પણ તે પાર પડી નહીં, ઉલટું તેઓએ હવે પૂરેપૂરું વેર લેવાનો ઠરાવ કર્યો. નવેમ્બર માસમાં તેમણે પટના શહેર કબજે કર્યું, એટલે મીરકાસમ ઘણીખરી વસ્તુઓ લઈ સહકુટુંબ અયોધ્યાના વઝીર પાસે નાસી ગયો. તેની સાથે