________________ 616 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. અને ભાગીરથીની પેલીમેર પટના શહેર હતું. યુદ્ધ શરૂ થતાં પટનાથી નવાબની ફેજ આવી બાંકીપૂર તરતજ કબજે કરશે એવી એલીસને વ્હીક લાગવાથી પેટના કબજે કરી ત્યાંના મજબૂત કિલામાં પિતાના બચાવ માટે બંબસ્ત કરી લેવાને એલીસે નિશ્ચય કર્યો, અને તદનુસાર તેણે તા. 25 મી જુન, 1763 ને રોજે તે શહેર ઉપર હલ્લો કર્યો. આ વેળા રામનારાયણે ત્યાં નહે. અંગ્રેજોએ તેને પિતાના આશ્રયમાંથી દૂર કરતાં નવાબે તેને પકડી ઠાર મારી ગંગા નદીમાં ફેંકી દીધો હતે, કેમકે પિતાની વિરૂદ્ધ અંગ્રેજો સાથે ગુપ્તપણે કારસ્તાને કરવાને નવાબને તેના ઉપર શક હતા. રામનારાયણની આવી અવસ્થા થયેલી જોઈ નવાબનાં બીજાં માણસો ઉપર સારે ધાક બે, અને તેઓ સઘળા ચુપ રહ્યા. પટના શહેર હસ્તગત થયું, તે પણ કિલ્લે અંગ્રેજોના હાથમાં આવ્યું નહીં. એમના દેશી સિપાઈ પટનાનું બજાર લૂટતા હતા, અને યુરોપિયન સેલર દારૂ પી નિશામાં ચકચુર પડી રહ્યા હતા, એવામાં નવાબનું નાસી ગયેલું લશ્કર માંગીરથી મદદ મેળવી પાછું ફર્યું, અને તેણે સહજમાં શહેરને કબજે લીધો. આમ થવાથી અંગ્રેજે ચમકી ઉઠ્યા, અને ગભરાટમાં વહાણુમાં બેસી નાસવા લાગ્યા. તેમને નવાબની જે નદી તરફથી પણ અટકાવ્યા ત્યારે કેટલાક લડતાં માર્યા ગયા, અને બાકીના જેઓ શાંત રીતે સ્વાધીન થયા તેમને મેંગીર મોકલવામાં આવ્યા. બીજી તરફથી નવાબે કાસીમબજારની વખારને કબજે લઈ ત્યાંના અંગ્રેજોને કેદ કરી માંગીર આક્યા. આ પ્રમાણે પિતાને વિજય થયેલે જઈનવાબને આનંદ થયે, અને પકડાય તેટલા અંગ્રેજોને કેદ કરી મેંગીર મેકલી આપવા આખા રાજ્યમાં જાહેરનામાં કહાડ્યાં. એજ અરસામાં અમિટ કલકત્તે જતે તે તેને કાસીમબજાર આગળ અટકાવી નવાબના અધિકારીઓએ વહાણ પરથી કિનારે બોલાવ્યા. તે પ્રમાણે તે નહીં આવ્યો એટલે નવાબનાં માણસોએ ગેળીબાર શરૂ કરી તેનાં વહાણ ઉપર ચડી ગયા. આથી અમિઆ બે હાથમાં પીસ્તોલ લઈ કિનારા ઉપર ઉતર્યો, એટલે સર્વ કે તેના ઉપર ટુટી પડ્યા, અને તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા. આ બાતમી કલકત્તે પહોંચતાં સઘળાઓ અતિશય ઉશ્કેરાઈ ગયા,