________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 613 દસ્તકે સુદ્ધાં તેઓ પૈસા લઈ વેચવા લાગ્યા. વખત જતાં લેકે આવાં દસ્તકે બનાવટી કરવા તથા વેચવા લાગવાથી સઘળા ઘોટાળે બહાર પડ્યું. આ પ્રસંગે અંગ્રેજોના હિંદી ગુમાસ્તાઓ પિતાના શેઠને નામે મરજીમાં આવે તેટલે જુલમ કરવા લાગ્યા. જે લેકેને કેડે પહેરવાને એક પંચીયું સુદ્ધાં મેળવવાની મુશ્કેલી પડતી તેઓ અંગ્રેજ સિપાઈઓને પિશાક સજી તેમનાં નિશાન તથા દસ્તક લોકોને બતાવી નવાબના રાજ્યમાં ફરવા લાગ્યા, અને તેના અધિકારીઓને ધમકાવી તથા તેમના હુકમ કાને નહીં ધરી, લેકે ઉપર જુલમ કરી મન માને તેમ માલની ખરીદી કરવા લાગ્યા. એક તરફથી પ્રજાને અને બીજી તરફથી પિતાના શેઠને આ પ્રમાણે ફસાવી તેઓ પિતાનાં ખીસાં ભરતા હતા. રાજ્યમાં નવાબના અમલદારેની હકમત બંધ પડી, અને રૈયતની નજરમાં નવાબને અધિકાર માત્ર બાળચેષ્ટાની પંક્તિએ ઉતરી પડ્યા (Bolt). આ સ્થિતિને પરિણામે દેશી વેપારીઓને ધંધો સમૂળ બેઠે; નવાબને જકાતમાંથી મળતું ઉત્પન્ન બીલકુલ બંધ પડ્યું. તેણે કન્સિલને આ વાત જણાવી તેને સમજાવી લેવા મથન કર્યું, પણ તેની તરફ કેઈએ લક્ષ આપ્યું નહીં; વૅન્સિટાર્ટ તથા હેસ્ટિંગ્સ તેની ફરિયાદ દૂર કરવા બન્યો તેટલે પ્રયત્ન કર્યો, પણ ન્સિલના બીજા સભાસદોએ તેમનું કહેવું ગણકાર્યું નહીં. નવાબને રૂબરૂ મળી આ બાબત વિચાર કરવા માટે વસિટાર્ટ સને 1763 ના જાને વારીમાં મૅગીર ગયે, ત્યારે બન્ને વચ્ચે વાતચીત થતાં નવાબે એમ ઠરાવ્યું કે “અંગ્રેજોએ સર્વ પ્રકારના દેશી માલ ઉપર સેંકડે નવ ટકા જકાત આપવી, દેશી વેપારીઓએ પચીસ ટકા આપવી અને વખારના મુખ્ય પ્રતિનિધિની સહી સિવાય અંગ્રેજોએ દસ્તક આપવા નહીં. " અગ્રેજો આ સરત પાળશે એવી નવાબને ખાતરી નહોતી, પણ “એકવાર છેવટના ઉપાય તરીકે આ વાત હું કબૂલ કરું છું, પણ જે અંગ્રેજોએ પિતાને કરાર નહીં પાળે તે અમે સર્વને જકાત માફ કરીશું, અને તે પછી દેશી તથા અંગ્રેજ વેપારીઓ એક સરખા થઈ જશે,' એમ નવાબે વૅન્સિટાટને સ્પષ્ટપણે જણુવ્યું. એમ છતાં કલકત્તાના અંગ્રેજોને આ ઉપાય રૂઓ