________________ પ્રકરણ 21 મું.] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 597 ખુંચવી લેવાશે, એવો તેને મત હેવાથી તે તત્કાલીન સ્થિતિનાં ખરાં કારણો સર્વોત્તમ સમજી ગયો હતો, અને હવે પછી શું બની શકશે તેનું અચુક ભવિષ્ય જોયું હતું એમ માનવા કારણ મળે છે. તેવી જ રીતે એક વેળા એ પ્રદેશ અંગ્રેજોને હાથ આવતાં આખો દેશ ધીમે ધીમે તેમના તાબામાં જશે, એ વાત તદ્દન અનિવાર્ય બની તેમાં પણ કંઈ આશ્ચર્યચકિત થવા જેવું નથી, કેમકે એ વિચાર પણ તે વેળા અનેકના મનમાં પૂર્ણપણે રમી રહ્યો હતે. 5. અંગ્રેજોના વિજય તથા દેશીઓની દુર્બળતા વિષે વિવેચનપ્લાસીની લડાઈથી હિંદુસ્તાનમાં અંગ્રેજી બાદશાહીને ઉદય થયો. ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ જાહેર રીતે હિંદી સત્તાધીકારીઓની સામા થવાને આ પહેલે પ્રસંગ હોવાથી તે વેળા દેશીઓનાં લશ્કરની વ્યવસ્થા કેવી હતી, અને અંગ્રેજોને આવી સુલભ રીતે પ્લાસીનાં મેદાનમાં જ કેમ મળે એ પ્રશ્નને જરા બારીકાઈથી વિચાર કરે જરૂર છે. અરાઢમા સૈકામાં અંગ્રેજોએ દેશીઓ સાથે લડવાને ઉપક્રમ શરૂ કર્યો ત્યારે હિંદી લશ્કર ઘણુંજ અવ્યવસ્થિત હતું, અને રાજ્યકર્તા પણ અકુશળ હતા. આ કારણથી જ અંગ્રેજોને સહજ જય મળતે ગયે. આ દેશ સધન અને સુસ્થિતિમાં હતો પણ તેના રાજ્યાઁ દુર્બળ તથા વ્હીકણ હતા. વળી અંગ્રેજોને પ્રવેશ સમુદ્રની બાજુએથી અને રાજધાનીથી અતિશય દૂર આવેલા બંગાળા જેવા પ્રાંતમાં પ્રથમ થયો હતો. બાદશાહીની મૂળ સત્તા નરમ પડવાથી રાજ્યના દૂરદૂરના પ્રદેશ તદ્દન નિરાધાર થઈ પડ્યા હતા. બંગાળાના લેકે દેશના અન્ય ભાગે કરતાં યુદ્ધ કળામાં ઘણુંજ ઉતરતા હતા, અને સુરાજઉદ-દૌલાને કારભાર પ્રજાને સુખકર નો, તેથી પણ અંગ્રેજોને પુષ્કળ ફાયદો થશે. ઔરંગજેબનાં મરણ બાદ મંગલ લશ્કર શાંત બેડું નહતું, તેપણું તેના જે કાબેલ સેનાધિપતિ આ વેળા જીવતે હેત તે તેની સામા અંગ્રેજો ટકી શકત કે નહીં. એ એક પ્રશ્ન છે. કેમકે થોડાં વર્ષ પછી હૈદરઅલી અથવા મરાઠાઓની સામા થવાને અંગ્રેજોને પ્રસંગ આવતાં તેમને નિભાવ થઈ શકે નહોતું. આથી પ્લાસીની લડાઈને અપયશ