________________ પ્રકરણ 21 મું.] બ્રાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 605 સને 1758 માં બાદશાહના પુત્ર શાહજાદા અલીગેહરે બંગાળ પ્રાંત ઉપર સ્વારી કરી ત્યારે તેને અયોધ્યાના વઝીર તથા ફ્રેન્ચ ગ્રહસ્થ બૅની મદદ હતી. લે આ વખતે ભારે ખટપટ કરી મેગલ બાદશાહીમાં પડેલાં ભંગાણને સમારવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેને કંઈ યશ મળ્યો નહીં. સઘળા લેકે અંદરખાનેથી અંગ્રેજો વિરૂદ્ધ કારસ્તાન રચતા. તેમના કબજામાંથી છુટવા માટે મીરજાફરે મરાઠાઓને બંગાળા ઉપર સ્વારી લાવવા તેડું કર્યું. આવી સ્થિતિમાં લાઈવને બંગાળ પ્રાંત છોડી જવાનું શક્ય નહોતું. જો તે ગયે હોત તે ઉપાડેલે સઘળે શ્રમ વ્યર્થ જાત. એથી તેણે કર્નલ ફેડને ઉત્તર સરકારને પ્રાંત જીતવા મોકલ્યો. એ બાબતની હકીકત આગળ આવી ગઈ છે. શાહજાદાએ મીરજાફર ઉપર સ્વારી કરી ત્યારે તેને મદદ કરવા માટે એપ્રિલ 1759 માં કલાઈવ પટના ગયા; પણ તે આવે છે એમ સાંભળતાંજ શાહજાદે ત્યાંથી નીકળી ના. આ કામના બદલામાં મીરજાફરે લાઈવને ઉપર કહેલી ત્રણ લાખની બક્ષિસ આપી હતી. અંગ્રેજોની આ વધતી જતી આબાદીથી ચીનસુરામાં વલંદા લેકેને ભારે આશ્ચર્ય લાગ્યું. તેમનું સર્વોપરીપણું ઘટાડવા માટે નવાબે વલંદા લોકો સાથે ગુપ્ત રીતે સંબંધ રાખ્યો હતો, અને પરિણામમાં જાવા બેટમાંની તેમની મુખ્ય રાજધાની બટેવિઆથી ડચ આરમાર હિંદુસ્તાન આવી અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કહાડવાનું હતું. આ સઘળે બેત ખાનગી રીતે રચાયે હતા, પણ લાઇવ ઘણે સાવધ હતા. આ પ્રમાણે થયેલી ગોઠવણુ મુજબ સને 1759 ના અકટોબરમાં સાત ડચ વહાણે લશ્કર લઈ હુગલી નદીમાં દાખલ થયાં ત્યારે તેમને હાંકી કહાડવા માટે ક્લાઈવે મીરજાફરને ઘણી સખત તાકીદ કરી. ' મીરજાફર હુગલી ગમે ત્યાં તેની અને વલંદા લેકે વચ્ચે મુલાકાત થઈ. આ વેળા કલાઈવ પાસે ઘણું લશ્કર મહેતું છતાં તે ડગમગે નહીં; ચેડા જ વખતમાં કર્નલ ફેર્ડ અને કેપ્ટન નેકસ (Knox) તેને આવી મળ્યા. વલંદાઓએ લડાઈ શરૂ કરી, ત્યારે કલાઇવે હાથ * પ્રકરણ 9 મું, વિભાગ 2 ને જુએ