________________ 610 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ફાયદો કરી લઈ શકત.* મીરજાફર ભારે કષ્ટ વેઠી કલકત્તે આવી રહ્યો. આવાં બેઈમાનપણું માટે ઘણું સખત ગુસ્સા સિવાય તેના મનમાં બીજું કંઈ પણ નહતું. વૅન્સિટાર્ટ પિતે કંઈ ખરાબ નહોતે. વ્હીલર કહે છે કે તેણે લાંચમાને પિતાને હિસ્સો લીધો નહોતે. તેના વિચાર યુગ હતા, તથા ન્યાય કરવાની તેની ઈચ્છા હતી, પણ પિતાના વિચારની કન્સિલ ઉપર છાપ બેસાડવાની તેનામાં હિમત નહોતી, તેની બહુમતીને તે અનાદર કરી શકતે નહીં, અને સર્વ હકીકત ઇંગ્લંડ લખી મેલી હુકમ મંગાવવા જેટલો અવકાશ નહોતે. નવાબગિરી મળતાંજ મીરકાસમે અંગ્રેજોનું અગાઉનું સઘળું કરજ એકદમ પગાર કર્યું, અને નવા કરાર પ્રમાણેની સઘળી માંગણીઓનું દેણ પતાવ્યું. લશ્કરનો ચડી ગયેલ પગાર આપી પિતાનાં માણસને તેણે સંતુષ્ટ કર્યા. એવામાં બાદશાહે પુનરપિ બંગાળ ઉપર સ્વારી કર્યાની બાતમી આવવાથી મેજર કક્નકની મદદ મેળવી મીરકાસમ ઉત્તર તરફ ગયે, અને તેમણે ચેડા જ વખતમાં બાદશાહને હરાવ્યો. આ પ્રસંગે લૈં તથા તેના ન્ય સાથીદારે અંગ્રેજોના હાથમાં સપડાયા. બાદશાહને આવી રીતે પરાજય થતાં તેને પિતાના કામમાં ઉપયોગ કરી લેવાનું અંગ્રેજોના મનમાં આવવાથી મેજર કર્નકે બાદશાહને મળી તેને પટના આવવા સમજાવ્યુંઅહીં તેણે બાદશાહને ખીતાબ ધારણ કર્યો; એમ છતાં કોઈ પણ પિતાને લઈ જઈ દિલ્હીના તખ્ત ઉપર સુરક્ષિત બેસાડે એવી તેની ઈચ્છા હતી. પટનામાં અંગ્રેજો પાસે આવવાને તેને ઉદ્દેશ આજ હતે. અહીંની તેમની વખારને તેઓએ અનેક રીતે શણગારી મધ્ય ભાગે જમવાના ટેબલ ઉપર એક તખ્ત તૈયાર કર્યું, અને શાહઆલમને મેટ. સમારંભ કરી તે ઉપર બેસાડ્યો. મીરકાસમે આવી તેને એક હજાર એક મહેરનું નજરાણું કર્યું. હિંદુસ્તાનની મહાન બાદશાહીના માલિકને તખ્ત ઉપર બેસાડવા માટે અંગ્રેજોને ક્ષણભર ધન્યતા લાગી, શાહઆલમ પાસેથી મીરકાસમને નવાબપદ ઉપર કાયમ કરવાનું ફરમાન તેમણે મેળવ્યું, અને ..Meadows Taylor. - - - - - - -