________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. છ લાખ આપવાના બાકી રહ્યા. મીરજાફરને નવાબગિરી મળી ખરી પણ તીજોરી તદ્દન ખાલી માલમ પડવાથી તે ભારે મુશ્કેલીમાં આવી પડ્યો. ફક્ત અંગ્રેજોને સમજાવી લેવામાં જ ખજાને ખાલી થઈ જવાથી તેના અનેક દેશી સાથીદારોને આપવા માટે તેની પાસે કંઈ પણ રહ્યું નહીં. મને નવાબગિરી મળશે તે હું તમને બક્ષિસ આપીશ” એમ તેણે પુષ્કળ લેકેને વચન આપ્યાં હતાં, પણ હવે તેમને થોડું ઘણું આપી કઈ રીતે સમજાવી લેવા અશક્ત હતા. પ્રથમ અંગ્રેજોની મદદ લેવાનું તેને સારું લાગ્યું, પણ હવે સઘળી સત્તા તેમના હાથમાં જવાથી તે નચાવશે તેમ નાચવું પડશે તથા તેમના હાથમાંથી છુટવાને માર્ગ મળશે નહીં એ વિચાર તેના મનમાં આવતાં તેના ઉદ્દેગને પાર રહ્યો નહીં. પૈસા કહડાવવા માટે થયેલા જુલમથી લેકે તેઓ ખળભળી ઉઠ્યા, રાજા દુર્લભરાય નેકરીમાંથી છુટે થઈ ઘેર બેઠે, પ્રાંતે પ્રાંતના અધિકારીઓ બંડ કરવા લાગ્યા. આવી મુશ્કેલીઓમાં ફરીથી તેને મદદ માટે કલાઇવ પાસે માંગણી કરવી પડી. કલાઈવને એ તે જોઇતું જ હતું. કારણુ બંગાળાને કારભાર સર્વ રીતે પોતાની મરજી અનુસાર ચાલે તેવી યોજના તેને કરવી હતી. મીરજાફર તરફની માગણી થતાં આયર કુટની સરદારી હેઠળ કલાઈવે તેને માટે ફોજ રવાના કરી. લૉની પુઠ પકડી કુટ પટના ગયે, કેમકે ત્યાં કારભારી રામનારાયણ મીરજાફરના હુકમને અનાદર કરવા લાગ્યું હતું. કેટલાક દિવસ પછી કલાઈવ પિતે લશ્કર લઈ આવ્યા, અને મીરજાફરને લઈ ઉપર રાજમહાલ ગ. વળી મીરજાફરને મુશ્કેલીમાં પડેલે જોઈ કલાઈવે પાછલી બાકી આપી દેવા તેના ઉપર એકદમ તગાદે કર્યો, ત્યારે મીરજાફરે બીજે કરાર કરી કલકત્તાની દક્ષિણ તરફને સવા બે લાખ પાંડની ઉત્પનને મુલક તેણે કંપનીને સ્વાધીન કર્યો, (જાનેવારી સને 1758). એ પછી મીરજાફર અને લાઈવ પટના ગયા. અહીં ચાલતા સુરોખારના મોટા વેપારને મત દરસાલ લીલામથી વેચવામાં આવતે તે મને હવે કાયમને કંપનીને આપવાની કલાઇવે માંગણી કરી. હાલના સંજોગોમાં એ માંગણી કબૂલ કરવાની