________________ 104 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. મીરજાફરને જરૂર પડવાથી બહાર પ્રાંતને સુરાખારને સઘળે વેપાર જાથુકને અંગ્રેજોના હાથમાં આવ્યો. એ પછી આ સઘળું મંડળ પટનામાં ત્રણ ચાર મહિના રહ્યું. અહીં મીરજાફરને નવાબપદ ઉપર કાયમ કરવા માટેનું તેમજ લાઈવને છ હજારની મનસબગિરી આપવા માટેનું બાદશાહનું ફરમાન આવ્યું, ત્યારે ભારે ઠાઠ તથા સમારંભ કરવામાં આવ્યા. આ સઘળી વ્યવસ્થા સંપૂર્ણ કરી લાઈવ કલકત્તે સને 1758 ના મે માસમાં પાછો ફર્યો ત્યારે કાસીમજાર આગળ તેણે પિતાના લશ્કરને ટે. ભાગ ગઠવી દીધ. મીરજાફરે કંપનીને જે જાગીર આયાનું આગળ કહેવામાં આવ્યું છે તે વાર્ષિક ઉત્પન્ન કંપનીને સુમારે વીસ લાખ રૂપીઆ આવતું, અને તેમાંથી ત્રણ લાખ નવાબને જમીન મહેસુલ તરીકે ભરવા પડતા. આ સિવાય બાદશાહે લાઈવને મનસબ આપવાથી તે અમીર બન્યા હતા. આ મનસીબના બદલામાં તેણે છ હજાર પાયદળ તથા પાંચ હજાર સ્વાર રાખવાના હતા અને તેના ખરચ પેટે બાદશાહ તરફથી તેને નિમણુક મળવાની હતી. કલાઈવે કંઈ પણ લશ્કર રાખ્યું નહીં, છતાં મીરજાફર પાસેથી નિમણુક માગી. જવાબમાં પૈસા નથી એમ મીરજાફર કહી શકે નહીં. ત્યારે કંપનીની જાગીરના વસુલમાંથી દર સાલ જે ત્રણ લાખ રૂપીઆ નવાબને આપવાના હતા તે પરભાર્યા કંપની તરફથી કલાઈવને મળે એવી ગોઠવણ મીરજાફરે કરી આપી. આ ત્રણ લાખની નિમણુક માટે આગળ જતાં કંપની અને લાઈવ વચ્ચે મેટે 8 ઉપસ્થિત થયો હતે. કલકત્તે આવ્યા પછી લાવે ત્યાંના કિલ્લાની ઉત્તમ પ્રકારની દુરરતી કરી હમેશ માટે યોગ્ય બંદોબસ્ત કર્યો. પ્રેસિડન્ટની જગ્યા ઉપર તેની નિમણુક થઈ હતી. એટલામાં કાઉન્ટ લાલી મટી ફોજ લઈ પિડીચેરી આવવાથી, તેને કર્નાટક તરફ સત્વર જવા માટે આમંત્રણ થયું. પરંતુ મોગલ બાદશાહીમાં નાના તરેહની ભાંજગડો ચાલુ હતી, અહમદશાહ તે અબદલ્લી અને મરાઠાઓના ઝગડાએ ઉગ્રરૂપ ધારણ કર્યું હતું, અને ગમે વખતે શું બનશે તે નક્કી નહોતું. બંગાળામાં સર્વત્ર અસ્વસ્થતા હતી.