________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 55 થયો હતે. અને જે કંઈ થયું તે યુદ્ધનીતિ અનુસાર થયું નહીં. એટલું નિર્વિવાદ છે કે પ્લાસીની લડાઈથી હિંદુસ્તાનમાં મુસલમાની રાજ્યને અંત આવતાં બ્રિટિશ રિયાસતને આરંભ થયો. આ દ્રષ્ટીએ અવલોકન કરતાં પ્લાસીનું મહત્વ અસીમ છે. આ યુદ્ધથી અનેક બાબતોનો નિકાલ થયે. લાઇવને હાથે હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજ્યને પાયે મજબૂત , અને હિંદી રાજ્યકર્તાઓ પાસેથી પિતાનું કામ કહાડી લેવાને અંગ્રેજોને અવકાશ મળે. હિંદી પ્રજાની દુર્બળતા તથા તેના સ્વભાવના દેવ તેમની નજરે સ્પષ્ટપણે પડ્યા હતા. અચાનક થયેલાં એકાદ મહાન કૃત્યથી આ દેશના લોકો ગુંચવાઈ જાય છે, અને તેમનાં મન ઉપર અમુક બાબતનું પરિણામ સત્વર થાય છે, ઈત્યાદિ હવે સઘળું પ્રગટ થયું હતું. હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપન કરતાં અંગ્રેજોને બે શત્રુ મળ્યા હતા. એક યુરોપિયન તથા બીજા દેશીઓ. એમાંથી “સાત વર્ષનાં યુદ્ધ” ને અંતે યુરોપિયન શત્રુને નિકાલ આવી ગયું, પરંતુ દેશીઓની વિરૂદ્ધતા નિર્મૂળ કરી અહીં કાયમનું રાજ્ય સ્થાપતાં તેમને સુમારે સો વર્ષ લાગ્યાં. સને 1757 ની તાસીની લડાઈથી આ રાજ્ય સ્થાપનાની શરૂઆત ગણુતા, ત્યારથી સો વર્ષે એટલે સને 1857 માં આ કામની સમાપ્તિ થઈ એમ કહી શકાય. એ સો વર્ષમાંનાં પહેલાં પચાસ વર્ષમાં રાજ્ય સ્થાપનાનું કામ સમાપ્ત થયું, અને તે પછીનાં પચાસ વર્ષમાં આખા દેશ ઉપર તે રાજ્ય એકછત્રી, અખંડ તથા દ્રઢ થયું. અંગ્રેજોનું આ પરાક્રમ અકલ્પ હેવાથી તે આટલી સુલભ રીતીએ પાર પડવું એ માટે કેઈને પણ આશ્ચર્ય લાગે. યુરોપ ખંડના વાયવ્ય ખુણ ઉપરના નાના બેટમાં બેસી જ્યારે અંગ્રેજ લેકે પિતાનાં આ પરાક્રમના સ્વરૂપ ઉપર મનન કરે છે ત્યારે સ્વાભાવિક રીતે તે માટે તેમનામાં ધન્યવાદની લાગણી ફુરી આવે છે, કેમકે દુનીઆના ઇતિહાસમાં આ બનાવ કદી બન્યો નથી. નવીન રાજ્ય જીતવાના જે સામાન્ય ઉપાય પ્રચારમાં છે, તે સઘળા આ પ્રસંગે બાજુએ રહ્યા હતા. એકાદ અણધારી રીતે કેઈનું નસીબ ઉઘડી જાય છે તેમ કોઈના