________________ 600 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ [ભાગ 3 જે. તથા મરાઠા સ્વારેને લીધે આ દેશ હેરાન હતું, અને ખેતી તથા વેપાર ઘણી જ અધમ અવસ્થાએ પહોંચ્યાં હતાં. આથી અંગ્રેજોને કિનારા ઉપરના પ્રદેશમાં સહેલાઈથી જય મળતે ગયે. પરંતુ આ પ્રકાર લાંબે વખત ટક્યો નહીં. જેમ જેમ પ્રદેશ છતતાં તેઓ અંદરના ભાગમાં દાખલ થતા ગયા તેમ તેમ તેમની ગતિ ધીમી પડી ગઈમરાઠાઓએ તેમને દ્રઢ રીતે અટકાવ્યા હતા, કેમકે તેમની જ બીજાઓની માફક ભાડુતી નહતી, તેમનામાં રાષ્ટ્રય અભિમાન ઘણું જાગૃત પામ્યું હતું, અને રાજ્યકારભારમાં પણ તેઓ કુશળ હતા. અંગ્રેજોએ બંગાળાને કબજે લીધે તે જ વખતે મરાઠાઓ હિંદુ ' કિસ્તાનના ઘણાખરા ભાગ ઉપર ફરી વળ્યા હતા અને પિતાનું સામ્રાજ્ય સ્થાપવાના વિચારમાં મશગુલ હતા. તેઓનાં આ કત્યને અંગ્રેજોને આયતેજ ફાયદો મળે. મહૈસુરના રાજા, નિઝામ અને ખુદ મોગલ બાદશાહ તથા તેના પ્રાંતકાંતના નવાબને મરાઠાઓએ હેરાન કરી મુકવાથી અંગ્રેજોને તે કામ કરવાની જરૂર રહી નહીં. તેઓ વચમાં આવ્યા ન હતા તે હિંદુસ્તાનમાં મરાઠાઓનું રાજ્ય થવાના સઘળા સંજોગે અનુકૂળ બન્યા હતા. અંગ્રેજોનું એ સુભાગ્ય હતું કે આરંભમાં મરાઠાઓ સાથે લડવાને તેમને પ્રસંગ આવ્યો નહીં, અને જ્યારે તેવો વખત આવ્યું, ત્યારે તેમનું રાજ્ય કંઈક સ્થિર હેઈ તેમની શક્તિ પણ વધી હતી. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થાપવામાં જે કોઈએ પણ સખત વિરૂદ્ધતા બતાવી હોય તે તે મરાઠાઓ જ હતા, અને આ દેશમાં અંગ્રેજોને ઝનુની લડાઈઓ તેમની સાથેજ થઈ હતી. આટલા ઉપરથી સુદેવના માની લીધેલા જોરથી અંગ્રેજોને હિંદુસ્તાનનું રાજ્ય મળી ગયું, અગર હિંદુસ્તાનના લોકોએ જાતે રહી આ દેશ છતી અંગ્રેજોને હવાલે કર્યો, એમ કહેવું ખરું નથી. કેટલાકે એમ પ્રતિપાદન કરે છે કે હિંદુસ્તાનના ખરા ક્ષત્રિય અથવા લડવૈયા લેકે અંગ્રેજો સાથે કદી સામેલ થયા નહોતા; ચેર, રામેશી, ઘરબાર વિનાના પેટ માટે ભટકતા ફરતા અને હલકા વર્ગના લેકને પિતાની નોકરીમાં રાખી તેમણે આ દેશ જી. હ, પણ આ કામમાં હિંદુસ્તાનના ખરા યોદ્ધાઓ તેમની