________________ પ્રકરણ 21 મું.] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. પલ્સ થયો હતો. યુરોપિયને જરા સખત મારો ચલાવતા તે તરતજ આ ભાડુતી લશ્કર રણક્ષેત્ર છોડી નાસી જતું, કારણ એક નાના પગાર માટે પ્રાણ આપવાને કોણ તૈયાર થાય ? આવી સ્થિતિમાં આ દેશમાં જે કોઈ લડવૈયા લેકે હતા તે સઘળા યુરોપિયનની બાજુએ આવી લડવા લાગ્યા. તેમની તરફથી વખતસર પગાર મળતા, અને તેમને લડાઈમાં જયે મળવાની ખાતરી હતી એટલું જ નહીં પણ સંગ્રામ વખતે બરાબર યુરોપિયનની માફક સર્વની આગળ રહી તેઓ લડતા હેવાથી તેમનું માન જળવાતું હતું. ક્ષત્રિય અથવા લડવૈયા વર્ગ કરીને આ દેશમાં હમેશા એક મોટે ભટકતે લોકસમુદાય હતો. આ વર્ગની સંખ્યા વીસ લાખની હશે એવો કેટલાકેએ અડસટ્ટ કહાડ્યો છે. તેમને લડવાની તક મળી અને તે માટે પગાર મળ્યો એટલે તેમને સંતોષ થત: પણ તેઓ કોને માટે લડે છે અને તેમાંથી તેમને શું મળવાનું છે એ વિચાર તેમનાં અંતઃકરણમાં ઘણે આવતે નહીં. આજ વર્ગના લકેમાંથી યુરોપિયનોએ અને વિશેષ કરીને અંગ્રેજોએ પિતાનાં લશ્કર ઉભાં કર્યા હતાં. તે સમયે એક દોઢ મહિનાના અરસામાં જોઈએ તેટલું પાયદળ લશ્કર અને ઉત્કૃષ્ટ સ્વારે જમા કરી શકાતા એવો ઉલ્લેખ મળી આવે છે. મધ્ય એશિયામાંથી અફઘાન લેકનાં ઝુંડનાં ઝુંડ આવતાં અને તેઓ જુદા જુદા પ્રાંતના લશ્કરમાં કરી રહેતા. યુરોપિયનની ફેજમાં આરંભમાં તેઓ ઘણું નહેતા, કેમકે ઉદ્દામ અને મૂર્ખ અફઘાને કરતાં તેમને આ દેશમાંના નરમ સ્વભાવના, વિશ્વાસુ અને સાદા હિંદુઓ પાયદળમાં વધારે અનુકૂળ પડતા. સો વર્ષ લગી આ હિંદુ પાયદળે અંગ્રેજોની નોકરી સર્વોત્તમ રીતે બજાવી છે. તોપખાના ઉપરના લોકોએ પણ પોતાનું કામ યથાગ્ય કર્યું છે, અને થોડા યુરેપિયનની દેખરેખ હેઠળ દેશી કે જે અંગ્રેજો કરતાં આજ સુધી અત્યંત મહત્વનાં કામ કર્યા છે. આ ઉપરથી અંગ્રેજોને શરૂઆતમાં જય કેમ મળતો ગયો એ વ્યક્ત થશે. તેમના શરૂઆતના સંગ્રામ કિનારે કિનારે થયા. એ પછી પ્રથમ બંગાળ પ્રાંત તેમણે છે. ત્યાંને નવાબ અગાઉથી જ અપ્રિય અને પરદેશી હતા, અને તેનું લશ્કર કેવળ ભાડુતી તથા વિફરેલું હતું. અફઘાન