________________ 59 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ધ્યાનમાં કે મનમાં ન હોય તેવો બનાવ આ અંગ્રેજી રાજ્ય સ્થાપના થયે એમ માનવું સાહજીક છે. સીલીકૃત “ઈંગ્લડ દેશના વિસ્તાર ના પુસ્તકમાં એવાજ વિચારનો અનુવાદ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક દ્રષ્ટીએ જોતાં આ સમજ સર્વથા ભૂલ ભરેલી છે. યુદ્ધ કલામાં વધારે પ્રવીણ લેકે તરફથી આ દેશ સહજમાં જીતવામાં આવ્યા છે, અને પાછલે ઈતિહાસ તપાસતાં અનેક વેળા પરદેશી લેકેએ તે જીતી લીધાનું માલુમ પડે છે. બાબરે બાર હજાર ફોજ સહિત આ દેશ ઉપર સ્વારી કરી, અને ઈબ્રાહીમ લેદીનાં એક લાખ લશ્કરને પાણીપત્તનાં મેદાનમાં હરાવી મોગલ બાદશાહીની સ્થાપના કરી. ખરું જોતાં અંગ્રેજોની શક્તિ આગળ બાબરની શકિત કંઈજ નહતી એમ કહેવામાં હરકત નથી, અને બાબરે હરાવેલી ફેજ જેવડી મોટી ફેજ અંગ્રેજોની સામે કદી જ આવી નહોતી. માત્ર પંજાબના સીખ લેકે સાથે જ એમને કેટલીક ઝનુની લડાઈઓ થઈ હતી, તે બાદ કરીએ તે તેમને અહીં ખાસ કરીને લડવાને ખરેખર પ્રસંગ આવ્યાજ નહોતે. એમ કહી શકાય. ટુંકામાં બાબરે તથા બીજાઓએ જે આ દેશ સહજમાં છ હતિ તે અરાઢમા સૈકામાં મોગલ બાદશાહી ડગમગવા લાગી ત્યારે હવે બીજે કોઈપણ આવી આ દેશ છો, કદાચિત અહીં વેપાર અર્થે આવેલા પાશ્ચાત્ય પ્રજાઓમાંની એકાદ પ્રજા આ દેશની માલીક થશે એવો સંશય પુષ્કળ વિચારી પુરૂષોના મનમાં આવવા લાગ્યો હતે. પ્રસિદ્ધ ન્ય પ્રવાસી બનિયર ઔરંગજેબ પાસે આવ્યો હતો, તેણે હિંદુસ્તાન દેશ સહેલાઈથી જીતી શકાશે એમ ભવિષ્ય ભાખ્યું હતું. અને જણાવ્યું હતું કે “ફ્રાન્સને એકાદ સેનાપતિ વીસ હજાર લશ્કર સહિત આ દેશ તરત જીતી લેશે.” કર્નલ જેમ્સ મિલ નામને એક અંગ્રેજ ગ્રહસ્થ વિસ વર્ષ લગી હિંદુસ્તાનમાં હતું, તેણે બંગાળ પ્રાંત જીતવાની યુક્તિ સ્ટિઆના બાદશાહને સને 1746 માં લખી જણાવી હતી. બે કરોડ વસુલાતને બંગાળ પ્રાંત કઈ ભળતાજ નવાબે દબાવી બેઠે છે તે સમુદ્રની બાજુએથી સહજમાં Seeley's Expansion of England.