________________ 53 પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. મીરજાફર ગાદી ઉપર ગોઠવાયે ત્યાર પછી અમીચંદને ફસાવવા માટેનાં નાટકને છેવટને અંક શરૂ થયું. મીરજાફરનું દરબાર પુરૂં થતાં લાઈવે તેની પાસે જઈ જાહેર કર્યું કે “રાતે કાગળ ખેટે છે, તમને કંઈપણ મળનાર નથી.” આ શબ્દ સાંભળતાં પિતાના માથા ઉપર આકાશ ટુરી પડયું હોય તેમ અમીચંદ બેશુદ્ધ થઈ પડશે. ત્યાંથી નેકરેએ ઉંચકી તેને પાલખીમાં બેસાડો. ઘેર ગયા પછી તે ગાંડા જેવો થઈ ગયે. કેટલાક દિવસ બાદ લાઈવની તથા તેની મુલાકાત થતાં કલાઈવે તેને તીર્થયાત્રાએ જવાનું કહ્યું, તે પ્રમાણે તે તીર્થયાત્રાએ ગયો, પણ તેવી જ ભૂમિષ્ટ સ્થિતિમાં તે અઢાર માસ રહી મરણ પામે. રાતે કાગળ કે કેમ થયે એ વિષે તેણે કલાઈવને પુછયું હોત તે તેને શું ઉત્તર મળતે? આવી રીતે ખોટો દસ્તાવેજ બનાવી અમીચંદને ફસાવવાને ઉપક્રમ કરવાની કલાઈવને કંઈ પણ જરૂર નહતી. બે કરોડ ગયા તેમાં બીજા વીસ લાખ જાતે તે તેમાં ક્લાઈવને કંઈ નુકસાન ન હતું, તેમ તેના પૈસા પણ જતા હતા. એમ છતાં જ્યારે લાઈવે આ કામ ઉપાડ ને તેને આખર લગી ચીવટાઈથી તે વળગી રહ્યો તેથી તેને દુષ્ટ સ્વભાવ વ્યક્ત થાય છે. આવાં દુર્વર્તન માટે અનેક અંગ્રેજ ગ્રંથકારેએ કલાઈવ ઉપર સખત ટીકા કરી છે. અમીચદે અંગ્રેજો વિરૂદ્ધ કંઈ પણ ખટપટ ચલાવી નહોતી; ઉલટું તેમની બાજી પાર ઉતારવામાં તે ઘણો ઉપયોગી નીવડ્યો હતો. રાજ્યક્રાન્તિ થયા બાદ પ્રત્યેક અંગ્રેજ અમલદારે લીધેલી રકમ જોતાં અમીચંદના વીસ લાખ કંઈજ વીસાતમાં નહેતા એમ કહેવું પડે છે. આવી મેટી રાજ્યક્રાન્તિ સહજમાં કેવી રીતે પાર ઉતરી. શકી તેનાં કારણે આગળ તપાસવામાં આવશે. પરંતુ હાલ જાણવું અવશ્યનું થઈ પડશે કે નવાબને હાથે તેના સ્વભાવને લીધે જે અનેક ચુકે થઈ હતી તેમાં પૈસા સંબંધી મુશ્કેલીઓ ઉમેરે કર્યો હતો. તેનું રાજ્ય છે કે સધન હતું, તેપણું નાણું સંબંધી સઘળી વ્યવસ્થા સાહુકારેના હાથમાં હોવાથી તેને હમેશાં મરજી ઉપર અવલંબી રહેવું પડતું. સાહુકાર વિફરતા તે તેમની સામા તેનું કંઈ ચાલતું નહીં. તે સમયની એકંદર પરિસ્થિતિને લીધે કહે,