________________ 582 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. હું રાતને દિવસ બનાવી આવ્યા વિના રહીશ નહીં, અને પ્રાણ જતાં પણ તમને છોડીશ નહીં.” આ બાબત વિષે વહીલર લખે છે કે, “આ સઘળા કેલકરારે ખરું જેમાં મોટી રાજ્યક્રાતિની પૂર્વે કરેલાં તહ છે. અંગ્રે. જેને જોઈએ તે માગવું એવી તેમની શક્તિ હોવાથી, નવાબ મીરજાફર જોઈએ તે આપવા તૈયાર હતે. ના કહેવાની તેની શક્તિ જ ક્યાં હતી?"* જગતશેઠ વગેરે મંડળે મીરજાફરને નવાબપદ ઉપર સ્થાપવાનું કાવત્રુ રચ્યું હતું, ત્યારે અંગ્રેજો કરારનો અનાદર કરી બંગાળા ઉપર ચડી આવવાને વિચાર કરે છે એવી બાતમી સુરાજઉદ-દૌલાને ચારે તરફથી મળવા લાગી, એટલે મીરજાફરને તેણે પ્લાસી આગળ અંગ્રેજોને સેહ બતાવવા માટે મોકલ્યો. અંગ્રેજોએ મીરજાફરને પક્ષ ધર્યો, કેમકે નવાબના મનમાં તહ પાળવાને વિચાર ન હોવાથી, તે ફ્રેન્ચ વગેરેની મદદથી કરારે તરછોડી નાંખવાની તક જેતે હતું, અને સઘળા લેકે તેનાથી કંટાળેલા હોવાથી રાજ્યમાં ફેરફાર થવાનું નિશ્ચિત હતું, તે પ્રસંગે નવા થતા નવાબ સાથે પહેલેથી જ સંધાન રાખવાનું કલાઈવને અવશ્ય લાગ્યું. આ બાબત તેણે સિલેકટ કમિટીની સમજુત કરી તથા તેની પરવાનગી લઈ મીરજાફરને મદદ કરવાની શરતે લખી જણાવી. મુ. દાબાદના અમીચંદ અને વેટસ આ કાવત્રામાં સામીલ હતા. પણ વેટસને તેના ઉપર વિશ્વાસ નહે, અને જગતશેઠ તથા અમીચંદ વચ્ચે અણબનાવ હોવાથી બંને જણે પિતાની મતલબ સાધવા ઉત્સુક થયા હતા. આ વેળા પ્રત્યેક માણસ પોતાના કાવાદાવા એવી ચાલાકીથી ચલાવતા હતા કે દરેકને અંતસ્થ હેતુ બહાર પડવાનું અશક્ય હતું; અને તે જાણવાનું કંઈ અર્થનું રહેતું. મીરજાફરને અંગ્રેજો નવાબપદ મેળવી આપે તે તેણે તેમને ઉપકાર કેવી રીતે કે એ માટે લેખી ઠરાવ ઘટસનની મારફત નક્કી થતું હતું. અમીચંદ મારફત કદાચ આ સઘળી હકીકત ફુટી જવાની અંગ્રેજોને ધાસ્તી લાગવાથી, આ ઠરાવ ગુપ્ત રાખવા માટે અમીચંદ ત્રીસ લાખ રૂપીઆ માંગવા લાગ્યો. પરંતુ આવી * Wheeler's Early Records of British India.