________________ પ્રકરણ 21 મું.] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. પ૮૯ ખાનામાંની સ્ત્રીઓને વિલાપ સાંભળી તેને હવે શું કરવું તે સૂઝયું નહીં. લઇ જવાય તેટલા દરદાગિના હાથી ઉપર લાધી તે વેશ બદલી પિતાની એક વહાલી સ્ત્રી તથા એક વિશ્વાસુ નોકરને સાથે લઈ હડીમાં બેસી પટના ગયે, કેમકે ત્યાં ફ્રેન્ચ ગ્રહસ્થ હૈ મળશે એવી તેને આશા હતી. તેની હોડી રાત દિવસ એક સરખો નેવું માઈલને પ્રવાસ કરી છઠે દિવસે રાજમહાલ આવી પહોંચી. અહીં કાંઠા ઉપર કંઈક વિશ્રાંતિ લેવા તે ઉતર્યો એટલે દાનાશાહ નામના એક ફકીરે તેને ઓળખે, અને મીરજાફરના ભાઈ મીરદાઉદના સ્વાધીનમાં તેને આપે. મુર્શિદાબાદ તરફ આવતે હત તેને તેફાનને લીધે એક બે કલાક મોડું થયું ન હેત તે તે સુરાજઉદ-દૌલાને રાજમહાલમાં મળી શકતે. સુરાજ-ઉદ-દલાએ ઉપર કહેલા દાનાશાહ ફકીરના કાન એક વર્ષ અગાઉ કપાવ્યા હતા તેનું વેર વાળવાનું તે ફકીર આ પ્રસંગે ચુક્યો નહીં. મીરદાઉદે નવાબને પકડી મુર્શિદાબાદ મેક. તા. 2 જી જુલાઈએ તેને મીરજાફર રૂબરૂ લાવવામાં આવ્યો તે વેળાને દેખાવ અત્યંત હૃદયદ્રાવક હતો. પિતાને જીવ બચાવવા માટે સુરાજે મીરજાફરની અનેક પ્રકારે વિનવણી કરી. પણ મીરજાફરને છોકરે મીરાન આડો પડે, અને તેને એક રાત પિતાના તાબામાં માગી લીધે. પછી શું થયું તે કહેવાની જરૂર નથી પણ તેજ રાતના સુરાજનું ખુન થયું. વળતે દિવસે તેના શરીરના ટુકડા હાથી ઉપર નાંખી લેકેને બતાવવામાં આવ્યા. દેવનો ખેલ વિચિત્ર છે ! લડાઈને બીજે દિવસે, એટલે, તા. 24 મીએ સવારમાં કલાઈવે મીરજાફર પાસે જઈ તેને નવાબ તરીકે સંબોધી તેનું અભિનંદન કર્યું, અને તેને એકદમ મુર્શિદાબાદ જવા કહ્યું. તે પ્રમાણે તે જ દિવસે નીકળી મીરજાફર સંધ્યાકાળે મુર્શિદાબાદ પહોંચ્યા. નવાબના મનસૂરગંજ નામના વાડામાં તેણે પિતાને મુકામ રાખે. કલાઈવ પણ તરતજ નીકળ્યો. બીજે દિને મદનાપુરમાં મુકામ કરી, ત્યાંથી વેટસને મીરજાફર પાસે મોકલી ઠરાવ્યા મુજબ સઘળા લેકની બક્ષિસની રકમ આપવા માટે માંગણી કરાવી. એ રકમ કુલ્લે સુમારે બે કરોડ વીસ લાખ થવા જતી હતી, પણ ખજાનામાં