________________ પ્રકરણ 21 સે. પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ , 587 દિવસ રહી તા. 19 મીએ તેણે ખટવાનું થાણું કબજે કર્યું. આ મજબૂત જગ્યા એને ઘણી ઉપયોગી થઈ પડી કેમકે તે વેળા વર્ષાઋતુ શરૂ થતી હતી, અને લેકોને અનેક સંકટો ભેગવવાં પડતાં હતાં. મીરજાફરને દમ કયાં સુધી ચાલે છે એ માટે લાઇવને કંઈ પણ કલ્પના નહેતી. તા. 22 મીએ સવારમાં એની જ ખટવાથી નીકળી સંધ્યાકાળે પલાસીમાં લક્ષબાગ નામની આંબાવાડીમાં આવી પહોંચી. અહીં આશ્રયની જગ્યા સારી હોવાથી નવાબની તેપને મારે અંગ્રેજોને લાગે એમ નહતું. તેની પાસે ચાળીસ તપ, પંદર હજાર સ્વાર, તથા ત્રીસ હજાર પાયદળ લશ્કર હતું. લાસી આગળ આવ્યા પછી પિતા ઉપર એક મહાન પ્રસંગ આવી પડ્યા હોય એમ લાઈવને લાગ્યું, આખી રાત ચાલી તેનાં માણસ થાકી ગયાં હતાં; સવારનાજ તેમને મુકામ પ્લાસીની આંબાવાડીમાં થયો હતો. સૂર્યોદય થતાં નવાબનું લશ્કર પણ ત્યાં આવી લાગ્યું. એ ફેજના મુખ્ય છ અમલદાર હતા, અને તેમાંના મીરમદન, મેહનલાલ તથા કેપ્ટન સિન્ડે (Captain Sinfray) નવાબના હુકમ પ્રમાણે વર્તતા હતા. મીરજાફર, યારલતીફ તથા રાયદુર્લભ એ ત્રણે ફીતુરી બની ખાલી શોભા આપવા માટે આવ્યા હોય એવું તેમનું વર્તન હતું. નવાબનું આખું લશ્કર આંબાવાડી આવ્યું હોત તો અંગ્રેજોનું એક પણ માણસ જીવતું રહેત નહીં. પહેલા ત્રણ સરદારેએ તેમના ઉપર એક ઝનુની હુમલે કર્યો. કલાઈવ તથા અમીચંદ વચ્ચે આ વેળાએ ચાલેલે એક સંવાદ એક મુસલમાન ઇતિહાસકારે આપ્યો છે. દુશ્મન તરફને હુમલે આવતાં કલાઈ અમીચંદને જણાવ્યું. ‘અમને તમે ઠીક ફસાવ્યા છે ! તમે કહેતા હતા કે નવાબની ફેજ લડશે નહીં એવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પછી આ શું ? હવે અમારે નિભાવ કેમ થશે ?" નવાબની પચાસ તેપને મારે અંગ્રેજો ઉપર એવો તે સખત ચા કે બચાવ માટે નદીના ભાઠામાં ઉંચા કાંઠાના રક્ષણ હેઠળ તેઓને આવી રહેવું પડયું. નજદીકમાં શિકારીની એક ઝુંપડી હતી તેમાં કલાઇવે પિતાને મુકામ રાખેઃ અહીં રાત્રીના શ્રમને લીધે કલાઇવ ઉંઘી ગયું હતું એમ કહેવાય છે.