________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 585 જનાની મ્યાનમાં બેસી મીરજાફરના જનાનખાનામાં ગયા. ત્યાં મીરજાફરે કરાર ઉપર પિતે સહી કરી, અને " જીવમાં જીવ છે ત્યાં સુધી આ કરાર હું પાળીશ, એ બાબત ઈશ્વર અને પેગંબર સાક્ષી છે.” એમ લખી આપ્યું. એ પછી શિકારે જવાનું નિમિત્ત કહાડી તા. 12 મી જુનને દીને વેટસ મુર્શિદાબાદથી નીકળ્યો. તા. ૧૪મીએ કલાઈવને આવી મળે, અને અમીચંદ પણ તે અરસામાં કલકત્તે આવી પહોંચ્યા. તરતજ વેટસ નાસી ગયાની બાતમી નવાબને મળી, અને સઘળા બનાવના મૂળમાં મીરજાફર હેવાની તેની ખાતરી થઈ. પરંતુ મીરજાફરને એકદમ નેકરી ઉપરથી દૂર કરવાનું મુલતવી રાખી, ઉલટી તેની વિનવણું કરી પિતાને સંપૂર્ણ રીતે મદદ કરવાનું નવાબે તેની પાસેથી વચન લીધું. ભાવી સંકટને ઇસારે લૅએ અનેક પ્રકારે નવાબને પહોંચાડ્યો હતે; પણ ઈશ્વરેચ્છા બળવાન છે એ ન્યાયને અનુસરી નવાબે કંઈ પણ વિશેષ સાવચેતી રાખી નહીં. પરંતુ અંગ્રેજોનું જુઠાણું તે બરાબર સમજી ગયો. “તમેએ કરારને અનાદર કર્યો છે " એવું તેણે કલાઈવ તથા વૉટસનને લખી મે કહ્યું, અને પિતે 50,000 લશ્કર લઈ પ્લાસી તરફ કુચ કરવા માંડી. 3. પ્લાસીની લડાઈ ( તા. 23 જુન, ૧૭૫૭).–ઉપર કહેલ ગુપ્ત કરાર સહીસિકકા સાથનો તૈયાર થઈ અંગ્રેજોના હાથમાં પડતાં લાઇવે હવે પછી કરવાનું કામ ઉપાડયું. શરૂઆતથી આખર લગી તેનાં મનની ગુંચવણ ચાલુ હતી, કોઈને પણ તેને ભરોસો નહોતો, અને કાયમન નિશ્ચય તરીકે તેણે કંઈ પણ કદી ઠરાવ્યું નહોતું. મીરજાફરને તે અત્યંત ધીરજ આપતા હતા, છતાં તેને પિતાને બીલકુલ ધીરજ નહેતી. કલકત્તેથી પ્લાસી લગીના શત્રુના તાબાના મુલકમાંથી તેને પોતાનું લશ્કર લઈ જવાનું હતું; માર્ગમાં હુગલી, અગ્રદ્વીપ, ખટવા ઈત્યાદિ ઠેકાણે નવાબની ફેજનાં થાણું હતાં. આ ઠેકાણના નવાબના અધિકારીઓને અમીચંદ મારફત પિતાના પક્ષમાં મેળવી લેવાના હતા, અને તેમના બોલવામાં કેટલું ખરાપણું છે તેની અજમાયશ કરવાની હતી. જ્યારે કયાં વિશ્વાસ ઘાત થશે તેને નિયમ નહોતે. દરેક ઠેકાણે જુહે હલ્લો કરી શત્રુને