________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 581 ચંદ્રનગરના પડવા સાથ નવાબ તથા ન્ય વચ્ચે સ્નેહ જોડાયો હતો, અને બુસી તેની મદદે આવતું હોવાની વાત ચાલતી હતી. વળી લાલી મદ્રાસ ઉપર સ્વારી લાવનાર હતા ત્યારે મદ્રાસ જવું કે બંગાળામાં જ રહેવું એ મુશ્કેલીમાં લાઈવ પડ્યા હતા. એવામાં નવાબને પદભ્રષ્ટ કરવાનો તેનાજ સરદારે એ ઘડેલે ઘાટ તેના જાણવામાં આવ્યો, અને તે જ પ્રમાણે તાબડતોબ અમલ કરવાની તેણે તજવીજ ચલાવી. આણી તરફ સુરાજઉદ-દેલા એકલે પડી ગયું હતું, તથા તે અનેક અડચણોથી ઘેરાઈ ગયે હતો. તેના તાબાના સઘળા અધિકારીઓ ફીતુરી બની તેને ગાદી ઉપરથી ઉઠાડી મુકવા ઉત્સુક થયા હતા. આથી ફ્રેન્ચ લેકેની મદદ લઈ અંગ્રેજો સાથે લડવા, અથવા અંગ્રેજોને મેળવી લેવા સિવાય અન્ય ઉપાય તેને માટે રહ્યા નહતો. આવી હકીકતમાં તેણે કેન્યને છેડી દઈ અંગ્રેજો સાથે સલાહ કરી. તે એકલે અને અસહાય હતે તે પણ તેની જ ઉત્તમ પ્રકારની હતી. એમ છતાં લશ્કરના અધિકારીઓએ ફીતુર ઉઠાવી અંગ્રેજોની મદદથી મીરજાફરને ગાદીએ બેસાડવાને ઉદ્યોગ ચલાવ્યો. મીરજાફરે અંગ્રેજો સાથે ગુમ તહનામું કર્યું, અને એ બાબત એટલી તે છૂપી રાખી છે તે વિશે કોઈને પણ ખબર પડી નહીં. સઘળી વણ કલાઈવે કલકત્તામાં તથા વેટસે મુર્શિદાબાદમાં રહી ચલાવી, પરંતુ વેટસની હીલચાલ ઉપર નવાબના જાસુસે તપાસ રાખતા હેવાથી, કલકત્તાના ધનાઢ્ય તથા પ્રતિષ્ઠિત વેપારી અમીચંદની તેણે મદદ લીધી. પ્રસંગ આવતાં તહ તથા સેગન સઘળું બાજુએ મુકવામાં આવે છે, તે પ્રમાણે અલિનગરનાં તહનામા પછી ત્રણ મહિનામાં જ અંગ્રેજોએ નવાબને ગાદીએથી ઉઠાડી મુકવાન ઘાટ ઘડે. પણ એ ગઠવણ ખુલ્લી રીતે પાર પડવી શક્ય ન હોવાથી કલાઈવે મીઠી મીઠી ભાષામાં પત્ર લખી નવાબને ખુશ રાખે, અને ચાલતા કપટ વિષે તેના મનમાં કંઈ પણ સંશય આવવા દિધે નહીં. જે ટપાલવાળે આ પત્ર લઈ જતો હતો તેની જ પાસે વેટસ ઉપર લાઈવન હેઠળના મજકુરને પત્ર હત–મીરજાફરને કહેવું કે બ્લીવું નહીં. પાંચ હજાર શુરવીર માણસે લઈ હું તમને આવી મળું છું.