________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. પ૭૯ 2. નવાબને પદભ્રષ્ટ કરવાની ગોઠવણ (મે, ૧૫૭)–ચંદ્રનગર પડતાં નવાબને ભયંકર ધાસ્તી પડી, અને કલાઈવ એકદમ મુર્શિદાબાદ ઉપર ચડી આવે છે કે કેમ એમ તેને લાગ્યું. નાના તરેહના પત્ર લખી તેણે કલાઈવને સમજાવવા માંડ્યો. “બાદશાહનું લશ્કર પાછું ગયું છે તેથી હવે અમારી મદદે આવવાને તમને કારણ નથી,” એમ પણ તેણે લખી જણાવ્યું. કલાઈવ તેવાજ જવાબ મેકલી પિતાને માટે નવાબના મનમાં કંઈ સંશય રહે નહીં એવી મીઠી મીઠી વાત કરી તેને ભૂલાવામાં નાંખી વખત લેતે હતિ. તા. ૯મી ફેબ્રુઆરીએ તહનામું થયા પછી અંગ્રેજોની માંગણું એક સરખી વધતી જ ચાલી હતી. સરતને ભળતા જ અર્થ ઉઠાવી તેઓએ નવાબને ઘેરી લેવા માંડ્યું હતું, તથા તેને મરજી માફક અર્થ કરી તેના અધિકારીઓને શિક્ષા કરવા લાગ્યા હતા. નવાબની રૈયતનું જે કરજ અંગ્રેજોએ આપવું જોઈતું હતું તે તેઓએ આપ્યું નહીં. તેમની મુલાકાત નવાબે નજરાણું લીધા સિવાય તથા વિલંબ વિના લેવી, કલકત્તા લગી તેણે પિતાની ફેજ લાવવી નહીં, ઈત્યાદી અનેક તરેહની માંગણીઓ એમણે કરી હતી, કેમકે તેમને પ્રતિનિધિ વેટસ મોટે ધૂર્ત તથા સ્વાર્થસાધુ હતું. આ પ્રકારની ગમે તેવી માગણીઓ ખુદ ૉટસનને પણ પસંદ નહોતી, પણ સઘળું સુત્ર કલાઈવ એકલે હલાવતાં રહેવાથી તે આ બાબતમાં લાચાર હતા. નકામા બેસવાને કંટાળે આવવાથી ગમે તેવાં ન્હાનાં કહાડી, ત્વરાથી સઘળું સ્વાહા કરવાના વિચારમાં કલાઈવ મગ્ન થયો હતો. નવાબના મુલકમાં ઠેકઠેકાણે કેન્ચ લેકેની વખારે હતી તે સઘળી જપ્ત કરી પિતાને સ્વાધીન કરવા એણે નવાબને માગણી કરી. નવાબે તે કબુલ કરી નહીં, અને ફ્રેન્ચ કેડીઓને નાશ થયા પછી બાદશાહને વસુલનું નુકસાન થાય છે એવું સબળ કારણ જણાવ્યું. આ પ્રસંગે ખુદ નવાબના દરબારમાં વેટસ અને લૈ વચ્ચે જબરદસ્ત ખેંચતાણ ચાલુ થઈ મરજીમાં આવે તે રીતે દરબારનાં માણસોને તેઓ પિતાની તરફ ખેંચવા લાગ્યા. હુગલીમાને નવાબને સેનાપતિ નંદકુમાર માટે પ્રતિષ્ઠિત ગ્રહસ્થ હોતે તે તથા અમીચંદ અંગ્રેજોના પક્ષમાં હતા. વેટસ