________________ પ૭૮ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પરિણામમાં તા. 23 મી માર્ચે ચંદ્રનગર અંગ્રેજોના હવાલામાં આવ્યું. આ પ્રસંગે વૉટસનનાં વહાણે આવી પહોંચ્યાં ન હોત તે કલાઈવને સંપૂર્ણ નાશ થાત. આ ઝપાઝપીમાં જેટલાં ન્ય લેકોનાં માણસ પડ્યાં તેટલાં જ અંગ્રેજોનાં પડ્યાં. રેનૉલ્ટ સુદ્ધાં સઘળા ફ્રેન્ચ લડવૈયાઓને અંગ્રેજોએ કલકત્તા લઈ જઈ કેદમાં પુર્યા, અને બાકીનાને છોડી મુક્યા. અલીનગરના તહ અન્વય ફ્રેન્ચ સાથે આવા પ્રકારનું યુદ્ધ કરવાની મનાઈ હતી. નવાબે અંગ્રેજોને આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે “અમારા મુલકમાં આવી લડાઈ ચલાવવાની નથી; તમે સલાહ કરી ફ્રેન્ચ સાથે કાયમની મિત્રાચારી બાંધે.” પણ વટસને આ કહેવું બીલકુલ ગણકાર્યું નહીં, અને ચંદ્રનગર ઉપર સ્વારી કરી. તેને આગળ વધતા અટકાવવા માટે નંદકુમાર નવાબની ફેજ લઈ આવ્યો. ફ્રેન્ચ લેકેને મદદ કરવાને તેને હુકમ હતું, પણ તે પ્રમાણે નહીં વર્તતાં તે કેજસહિત બાજુએ ખસી ગયે, અને તેમ કરી અંગ્રેજોને ચંદ્રનગર કબજે કરવાનું સહેલું કરી આપ્યું. આ કામ લાંચને જોરે થયું હતું. કલાઈવ જણાવે છે કે “કલકત્તાના ધનવાન વેપારી અમીચંદને કંપની ઉપર હમેશનો ઉપકાર થયો છે. હુગલીના સેનાપતિ દીવાન નંદકુમારની આપણને મદદ મળી તે અમીચંદને લીધે હતી. અમીચંદની સલાહ માની નંદકુમાર જે પિતાનું લશ્કર લઈ બાજુએ ગો ન હોત તે ચંદ્રનગર આપણું હાથમાં આવતે નહીં.” આ અમીચંદને ઉપકાર કલાઈવે આગળ કેવી રીતે કે તે જગજાહેર છે. ચંદ્રનગર અંગ્રેજોને કબજે જતાં બંગાળામાં ફ્રેન્ચની સત્તા ટુરી, અને નવાબને શિક્ષા કરવાનું અંગ્રેજોને સુલભ થયું. વળી તેમને પુષ્કળ યુદ્ધસામગ્રી આયતી મળી. અહીં ફ્રેન્ચનો વેપાર ઘણો સારો ચાલતે હેવાથી પિડીચેરીને જે મદદ મળતી હતી તે હવેથી બંધ થઈ અને પરિણામમાં તે શહેરનું મહત્વ ઘટી ગયું. ચંદ્રનગર સર થયાની બાતમી ઈગ્લેંડમાં મળતાં કંપનીના શેરના ભાવ એકદમ સંકડે 12 ટકા ચડી ગયા. એ પછી કલાઇવ પિતાનાં લશ્કર સહિત ચંદ્રનગરમાં બે મહિના લગી છાવણું નાંખી પડી રહ્યો.